________________
ચાર પ્રકારનું ધર્મધ્યાન
૧૮૭
ટીકાર્થ - દીન, દુઃખી, ભય પામેલા, જીવિતની યાચના કરનારાઓ ઉપર તેમનાં દુઃખ દૂર કરવાની બુદ્ધિ કારુણ્ય-ભાવના કહેવાય છે.
મતિ અજ્ઞાન - શ્રુતઅજ્ઞાન-વિભંગજ્ઞાનના બળથી ખોટાં હિંસક શાસ્ત્રોની રચના કરી પોતે તો સંસારમાં ડૂબે છે અને બીજા અનુયાયીઓને પણ ડૂબાડનારા થાય છે, તે બિચારા દયાનું સ્થાન હોવાથી દીન, તથા નવા નવા વિષયોનું ઉપાર્જન કરવું અને પૂર્વે ઉપાર્જન કરેલા વિષયોને ભોગવવાની તૃષ્ણારૂપી અગ્નિમાં બળી રહેલા દુઃખીઓ, હિત-પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ કરવાને બદલે વિપરીત વર્તન કરનારા, ધન ઉપાર્જન કરવું-રક્ષણ કરવુંભોગમાં ખરચવું કે નાશ થવું - આ બધામાં પીડાવાળા દુઃખીઓ, તથા વિવિધ દુ:ખથી પીડાતા અનાથ, રંક, બાળક, વૃદ્ધ, સેવકો તથા સર્વથી ભય પામતા, વૈરિઓથી પરાભવ પામેલા, રોગોથી સબડતા, મૃત્યુના મુખમાં સૂતેલાની જેમ જીવિતની યાચના - પ્રાર્થના કરતા, પ્રાણોનું રક્ષણ માગતા, આવા પ્રકારના દીનાદિકને વિષે, ‘‘જેઓ કુશાસ્ત્રો રચનારાઓ હોય, તે બિચારા ખોટા ધર્મની સ્થાપના કરી કેવી રીતે દુઃખથી છૂટશે ? ભગવાન મહાવીર સરખા પણ મરીચિના ભવમાં ઉન્માર્ગની દેશનાથી કોટાકોટી સાગરોપમ કાળ સુધી ભવમાં ભટક્યા, તો પછી પોતાના પાપની પ્રતિકારશક્તિ વગરના બીજાઓની કઈ વલે થશે ? વિષયો પેદા કરવા, ભોગવવા અને તેમાં જ તલ્લીન હૃદયવાળા, અનંતા ભવમાં અનુભવેલા વિષયોમાં હજુ પણ અતૃપ્ત મનવાળા ભવાભિનંદી આત્માઓને પ્રશમઅમૃતથી તૃપ્ત બનાવી વીતરાગદશા કેવી રીતે પમાડવી ? વિવિધ ભયના કારણથી ભયભીત માનસવાળા બનેલા બાળ, વૃદ્ધાદિકને પણ એકાંતિક આત્યંતિક ભય-વિયોગના અધિકારી કેવી રીતે બનાવવા ? તથા મૃત્યુમુખમાં સૂતેલા, પોતાના ધન, સ્ત્રી, પુત્રાદિકના વિયોગને સન્મુખ દેખતા, મરણાંતિક વેદના અનુભવતા, પ્રાણીઓને સકલ ભયથી રહિત જિનેશ્વરનાં વચનામૃતનો છંટકાવ કરી કેવી રીતે જન્મ, જરા, મૃત્યુ વગરના નિર્ભય સ્થાનને પમાડું ?” આ પ્રકારે દુઃખનો પ્રતિકાર કરનારી બુદ્ધિ કરવી, સાક્ષાત્ દુઃખનો પ્રતિકાર કરવો એમ નહિ, કારણ કે સર્વજીવોને વિષે દુઃખનો પ્રતિકાર કરવો અશક્ય છે. આવા પ્રકારની બુદ્ધિને કારુણ્ય-ભાવના કહેલી છે.
જે અશકય પ્રતિકાર વિષયવાળી બૌદ્ધોની કરુણા-‘સર્વ જંતુઓને સંસારથી મુક્ત કરી પછી હું મોક્ષે જઈશ.' તે વાસ્તવિક કરુણા નથી, પણ માત્ર વાણીનો વિલાસ છે. ‘સંસારીઓ મુક્ત થયે છતે મારે મોક્ષમાં જવું.' એવું થઈ શકતું નથી, કેમકે સંસારનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવવાથી સર્વ સંસારીઓની મુક્તિ થતી નથી. માટે આ તો માત્ર ભદ્રિક જીવોને છેતરનારું સૌગતોનું-બૌદ્ધોનું કારુણ્ય સમજવું. ઉપર પ્રમાણે જણાવેલી કરુણા કરતો હિતોપદેશ આપે, દેશ અને કાળની અપેક્ષાએ અન્ન, પાન, આશ્રય, વસ્ત્ર, દવા આપી