SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રકારનું ધર્મધ્યાન ગાથાર્થ - જગતનો કોઈપણ જીવ પાપાચરણ ન કરો અને કોઈપણ આત્મા દુઃખી ન થાઓ, આ આખું ય વિશ્વ મુક્ત થાઓ - મોક્ષને મેળવો” આવી બુદ્ધિને મૈત્રી કહે છે. (૪/૧૧૮) ૧૮૬ ટીકાર્થ - ‘‘જગતના કોઈ પણ પ્રાણી પાપો ન કરો, તેમ જ કોઈ પણ દુઃખી ન થાઓ, જગતના તમામ જીવો સંસારમાંથી છૂટી મુક્તિ સુખ પામો” આવા પ્રકારની મતિ-ભાવના તે મૈત્રી કહેવાય. ઉપકારી કે અપકારી કોઈપણ જીવ દુઃખના કારણભૂત પાપો ન કરો. પાપો કરવાનો નિષેધ કરવાથી કોઈ પણ દુ:ખી ન થાઓ. દેવ, મનુષ્ય, તિર્યંચ, નાક એમ ચારે ગતિના પર્યાયોને પામનારા જગતના એકએક પ્રાણી સંસારદુઃખથી કાયમ માટે મુક્ત બની મોક્ષ સુખ પ્રાપ્ત કરો. કહેલા સ્વરૂપવાળી મતિ તે મૈત્રી કહેવાય છે. કોઈ એકનો મિત્ર હોય તે મિત્ર નથી. એમ તો હિંસક વાઘ આદિને પણ પોતાના બચ્ચાં ઉપર મૈત્રી હોય છે. માટે સમગ્ર પ્રાણી-વિષયક મૈત્રી જાણવી. એવી રીતે અપકારી પ્રાણીઓ પ્રત્યે પણ મિત્રતા રાખી, મન, વચન અને કાયા વડે જેમના ઉપર મેં અપકાર કર્યો હોય, તેમને સર્વને હું ખમાવું છું. આવી ભાવના તે મૈત્રી ભાવના. (૪/૧૧૮) હવે પ્રમોદભાવનાનું સ્વરૂપ કહે છે - ગાથાર્થ - સર્વદોષોને દૂર કરનારા તથા સઘળા પદાર્થોના સ્વરૂપને જોનારા ગુણવાન પુરુષોના ગુણોનો પક્ષપાત કરવો, તેને પ્રમોદ કહ્યો છે. (૪/૧૧૯) ટીકાર્થ - પ્રાણીવધાદિક સર્વ દોષો દૂર કર્યાં હોય, પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણવાના સ્વભાવવાળા હોય. આમ બે વસ્તુ કહીને જ્ઞાન અને ક્રિયા બંને સંયુક્ત હોય, તો મોક્ષનું કારણ છે, એમ કહ્યું. ભાષ્યકાર ભગવંતે ‘નાળ-વિરિયાદિ મોવો' = જ્ઞાન અને ક્રિયાથી બંનેથી મોક્ષ થાય છે એમ કહ્યું છે. આવા પ્રકારના ગુણવંત મુનિઓના ક્ષાયોપશમિકાદિ આત્મિક ગુણો તથા શમ, દમ - ઇન્દ્રિયોનું દમન, ઔચિત્ય, ગાંભીર્ય, ધૈર્યાદિ ગુણોમાં જે પક્ષપાત કરવો, તેઓ પ્રત્યે વિનય, વંદન, સ્તુતિ, ગુણાનુવાદ, વૈયાવચ્ચ આદિ કરવા વડે અને બીજાએ અને પોતે કે બંનેએ કરેલી પૂજાથી ઉત્પન્ન થયેલો, સર્વ ઇન્દ્રિયોથી પ્રગટ થતો મનનો ઉલ્લાસ, તે પ્રમોદ કહેલો છે. (૪/૧૧૯) પ્રમોદભાવના કહી, હવે કારુણ્યભાવનાનું સ્વરૂપ કહે છે ગાથાર્થ - દીન-દુઃખી, ભયભીત અને જીવનની યાચના કરનાર જીવોના દુઃખોના પ્રતિકા૨માં પરાયણ બુદ્ધિને કરુણા કહેવાય છે. (૪/૧૨૦)
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy