________________
ચાર પ્રકારનું ધર્મધ્યાન
૧૮૫ એટલે પ્રવચન. જેમાં આજ્ઞાનો નિર્ણય કે વિચાર થાય તે આજ્ઞાવિચય ધર્મધ્યાન. પ્રાકૃત ભાષાના કારણે વિજયનું વિજય થાય છે. અથવા જેમાં બીજા પાસેથી અભ્યાસ વડે આજ્ઞાનો પરિચય કરાય તે આજ્ઞાવિજય ધર્મધ્યાન. એ પ્રમાણે બાકીના ત્રણ ધર્મધ્યાન પણ જાણવા. અપાય એટલે રાગ વગેરેથી પેદા થયેલ જીવોના આ ભવના અને પરભવના નુકસાનો. વિપાક એટલે કર્મોનું જ્ઞાન વગેરેને ઢાંકવાપણું વગેરરૂપ ફળ. સંસ્થાન એટલે લોક, દ્વીપ, સમુદ્ર, જીવ વગેરેના આકાર. કહ્યું છે કે, “આજ્ઞા એટલે આપ્તના વચનરૂપ પ્રવચન, વિચય એટલે તેના અર્થનો નિર્ણય કરવો તે. આશ્રવ, વિકથા, ગૌરવ, પરીષહ વગેરે વડે (થનારા નુકસાનની વિચારણા તે) અપાયરિચય. (૧) જેનાથી અશુભ અને શુભ કર્મોના ફળની વિચારણા થાય તે વિપાકવિચય. દ્રવ્ય અને ક્ષેત્રની આકૃતિને અનુસરવું તે સંસ્થાનવિચય. (૨)
અથવા મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્ય ભેદથી ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે -
હવે મૈત્રી આદિ ચાર ભાવનાનું સ્વરૂપ કહે છે –
ગાથાર્થ - મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યશ્મભાવનાને આત્મામાં સ્થાપન કરવી, કેમકે ભાવનાઓ ધર્મધ્યાનને અખંડ રાખવાનું રસાયણ છે. (૪/૧૧૭)
ટીકાર્ય - ધર્મધ્યાન તૂટી જતું હોય તો તેને સાંધવા માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્ય ભાવના વચમાં જોડી દેવી, કારણકે, જરાથી જર્જરિત શરીરવાળાને રસાયન ઉપકાર કરનાર થાય, એમ મૈત્રી આદિ ભાવનાઓ ધ્યાન માટે રસાયણરૂપ છે.
ગમતાસ્નેને (મિ)મેતિ-નિર્ધાતિ તિ મિત્રમ્, મિત્ ધાતુ “સ્નેહ કરવો” એવા અર્થમાં છે. સ્નેહ કરે તે મિત્ર, તેનો ભાવ તે મૈત્રી, જગતના તમામ જીવ સંબંધી સ્નેહ-પરિણામ કરવા, તે મૈત્રી (૧), પોતાના કરતાં અધિક ગુણવાળાઓ ઉપર પ્રસન્નતા રાખવી, મુખનો ચહેરો પ્રફુલ્લ રાખવો, તેમના પ્રત્યે હૃદયમાં ભક્તિ - અનુરાગ પ્રગટાવવો, તે પ્રમોદ (૨), દીન, દુઃખી, અનાથ, અપંગ, અશરણ જીવો પ્રત્યે કરુણા કરવી, તે કારુણ્ય અથવા અનુકંપા (૩), રાગ-દ્વેષના મધ્યભાગમાં રહેલો તે મધ્યસ્થ અર્થાતુ રાગ-દ્વેષ વગરની વૃત્તિવાળો, તેનો ભાવ તે માધ્યÅ કે ઉપેક્ષા (૪), તે ચારે ભાવનાઓને આત્મા વિષે જોડે, શા માટે ? ધર્મધ્યાન તૂટી જતું હોય તો બીજા ધ્યાન સાથે સંધાન કરવા માટે. જેમ વૃદ્ધાવસ્થાથી ખખડી ગયેલા નિર્બળ શરીરને રસાયણ-ઔષધ તાકાત આપે છે, તેમ મૈત્રી આદિ ચાર ભાવનાઓ તૂટતા ધર્મધ્યાનને ટેકો આપી ઉપકાર કરે છે. (૪/૧૧૭)
તે ચાર ભાવના પૈકી પ્રથમ મૈત્રીનું સ્વરૂપ કહે છે :