________________
૧૮૪
ચાર પ્રકારનું ધર્મધ્યાન
વ્યાપ્ત એવું મન તે રૌદ્રધ્યાન છે. અહીં ‘શબ્દ વગેરે વિષયોના કારણ રૂપ' એવું ધનનું વિશેષણ કહ્યું તે ‘શ્રાવકને દેવદ્રવ્યના રક્ષણ માટે ધ્યાન રૌદ્રધ્યાન નથી' એવું જણાવવા માટે કહ્યું. (૨૨)
હવે વિશેષ કહેવાપૂર્વક ઉપસંહાર કરે છે –
આ પ્રમાણે હિંસા સંબંધી વગેરે ચાર પ્રકારની - પોતે કરવું બીજા પાસે કરાવવું, બીજાએ કરેલાની અનુમોદના કરવી એ ત્રણ વિષયવાળી વિચારણા તે રૌદ્રધ્યાન છે. હવે આ જ રૌદ્રધ્યાનને સ્વામીદ્વાર વડે બતાવે છે - આ રૌદ્રધ્યાન અવિરત અને દેશવિરત લોકોના મનથી વિચારાયેલું અને અધન્ય છે. અવિરત એટલે વિરતિ વિનાના સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ જીવો. દેશવિરત એટલે શ્રાવકો. અવિરત અને દેશવિરતનું ગ્રહણ કર્યું હોવાથી સર્વવિરતનો વ્યવચ્છેદ થાય છે એટલે કે સર્વવિરતને રૌદ્રધ્યાન ન હોય. મનનું ગ્રહણ કર્યું છે તે ધ્યાનની વિચારણામાં મન એ મુખ્ય અંગ છે એવું બતાવવા માટે. અધન્ય એટલે અકલ્યાણકારી, એટલે પાપી, એટલે નિંદા કરવા યોગ્ય. (૨૩)
હવે આ રૌદ્રધ્યાન જેને હોય છે અને જેને વધારનારુ છે તે કહેવાની ઇચ્છાવાળા કહે
છે
રાગ-દ્વેષ-મોહથી અંકિત એવા જીવનું આ હમણા કહેલું ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે. તે સામાન્યથી સંસાર વધારનારું છે અને વિશેષથી નરકગતિનું મૂળકારણ છે. આ શ્લોકમાં કહેલ ‘રૌદ્રધ્યાન છે’ એવું ક્રિયાપદ એ જ પૂર્વે કહેલા ચારે શ્લોકોનું ક્રિયાપદ છે. (૨૪)
હવે રૌદ્રધ્યાન કરનારાની લેશ્યા બતાવાય છે –
રૌદ્રધ્યાન કરનારાને કર્મના ઉદયથી પેદા થયેલી, અતિસંક્લેશવાળી કાપોતલેશ્યાનીલલેશ્યા-કૃષ્ણલેશ્યા હોય છે. (૨૫)’
ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ આજ્ઞાવિચય, ૨ અપાયવિચય, ૩ વિપાકવિચય અને ૪ સંસ્થાનવિચય. સ્થાનાંગસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે
-
‘ધર્મધ્યાન ચાર પ્રકારનું અને ચતુષ્પદાવતાર કહ્યું છે. તે આ પ્રમાણે - આશાવિચય, અપાયવિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય. ધર્મધ્યાન સ્વરૂપથી ચાર પ્રકારનું છે. ચતુષ્પદાવતાર એટલે સ્વરૂપ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષા રૂપ ચાર પદો વડે જેની વિચારણા થાય તે. અથવા ચતુષ્પદાવતાર એ ચતુર્વિધ શબ્દનો પર્યાયવાચી શબ્દ સમજવો. ક્યાંક ‘ચઉપ્પડોયાર’ એવો પાઠ છે. ત્યાં ‘જેનો ચાર પદોમાં પ્રત્યવતાર થાય તે ચતુષ્પદપ્રત્યવતાર’ એવો અર્થ કરવો. જેનાથી અભિવિધિથી (સંપૂર્ણપણે) પદાર્થો જણાય તે આજ્ઞા