________________
ચાર પ્રકારનું રૌદ્રધ્યાન
૧૮૩
લેવા. પ્રણિધાન એટલે ન કરવા છતાં કરવા માટેનો દૃઢ ભાવ. ક્રોધના ગ્રહણથી માન વગેરે પણ લેવાય છે. આ રૌદ્રધ્યાન નરક વગેરેની પ્રાપ્તિરૂપ અધમ પરિણામવાળુ છે. (૧૯)
પહેલો પ્રકાર કહ્યો. હવે બીજો પ્રકાર કહેવાની ઇચ્છાવાળા કહે છે -
બીજાને ઠગવામાં તત્પર, પ્રચ્છન્નપાપવાળા, માયાવીનું પિશુન, અસભ્ય, અસદ્ભુત, ભૂતઘાત વગેરે વચનોનું પ્રણિધાન તે રૌદ્રધ્યાન છે. પ્રચ્છન્નપાપવાળો એટલે છૂપી રીતે પાપ કરનાર. અથવા બ્રાહ્મણ, કુતીર્થિક વગેરે ગુણ વિનાના પોતાના આત્માને ગુણવાળો કહે તે પ્રચ્છન્નપાપવાળા. પિશુન વચન એટલે અનિષ્ટનું સૂચક વચન. સભામાં બોલવા યોગ્ય વચન તે સભ્યવચન. તેનાથી વિપરીત વચન તે અસભ્યવચન. અસદ્ભૂતવચન એટલે અસત્યવચન. વ્યવહારનયને આશ્રયીને ઉપાધિના ભેદથી અસદ્ભૂતવચન ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે -
(૧) અભૂતોદ્ભાવન - જે ન હોય તે કહેવું તે. જેમકે આત્મા સર્વવ્યાપી છે વગેરે. (૨) ભૂતનિર્ભવ - જે હોય તેનો નિષેધ કરવો તે. જેમકે આત્મા નથી વગેરે. (૩) અર્થાતરાભિધાન - એક વસ્તુને બીજારૂપે કહેવી તે. જેમકે ગાયને ઘોડો કહેવો વગેરે.
ભૂતઘાતવચન એટલે જેમાં જીવોનો નાશ થાય તેવા છેદો, ભેદો, મારી નાંખો વગેરે વચનો. આ િશબ્દ દરેક ભેદના પોતાના અનેક ભેદો બતાવવા માટે છે. જેમકે અનિષ્ટને સૂચવનારું પિશુનવચન અનેક પ્રકારનું છે, વગેરે. મૂળ શ્લોકમાં ‘તે રૌદ્રધ્યાન છે’ એમ કહ્યું નથી, પણ તે પ્રક૨ણ પરથી જણાય છે. પ્રણિધાન એટલે પ્રવૃત્તિ ન કરવા છતાં પ્રવૃત્તિનો દૃઢ ભાવ. (૨૦)
બીજો પ્રકાર કહ્યો. હવે ત્રીજો પ્રકાર બતાવે છે -
તે જ રીતે તીવ્ર ક્રોધ અને લોભથી આકુળ જીવનું જીવોનો નાશ કરનારું, અનાર્ય, પરલોકના નરકમાં જવું વગેરે નુકસાનોની અપેક્ષા વિનાનું એવું બીજાનું સચિત્ત વગેરે દ્રવ્ય હરવાનું મન તે રૌદ્રધ્યાન છે. તે જ રીતે એટલે દૃઢ ભાવપૂર્વક. બધા છોડવા યોગ્ય ધર્મોથી દૂર રહેલું હોય તે આર્ય. આર્ય ન હોય તે અનાર્ય. (૨૧)
ત્રીજો પ્રકાર કહ્યો. હવે ચોથો પ્રકાર બતાવતા કહે છે -
શબ્દ વગેરે વિષયોના કારણરૂપ ધનના સંરક્ષણમાં ઉદ્યમવાળુ, સજ્જનો માટે અભિલાષા ક૨વા માટે અયોગ્ય, ખબર નથી કોણ શું કરશે ?’ એવી શંકા કરીને ‘માટે શક્તિ મુજબ બધાને મારવા જ સારા' એ પ્રમાણે બીજાને મારવાના વિચારો અને કષાયોથી