________________
૧૮૨
ચાર પ્રકારનું રૌદ્રધ્યાન જવાબ - આર્તધ્યાન સંસારનું બીજ હોવાથી સંસારને વધારનાર છે. તે બીજાણું બતાવતા કહે છે –
જે કારણથી રાગ, દ્વેષ અને મોહને પરમમુનિઓએ સંસારના કારણ કહ્યા છે અને આર્તધ્યાનમાં તે ત્રણે ય સંભવે છે તે કારણથી આર્તધ્યાન સંસારવૃક્ષનું બીજ છે એટલે કે કારણ છે.
પ્રશ્ન - જો આમ હોય તો આર્તધ્યાન સામાન્યથી જ સંસારવૃક્ષનું બીજ છે, તો પછી આર્તધ્યાન તિર્યંચગતિનું મૂળકારણ છે એવું શા માટે કહ્યું?
જવાબ - આર્તધ્યાન તિર્યંચગતિમાં જવાના કારણરૂપ હોવાથી જ સંસારવૃક્ષનું બીજ છે. બીજા કેટલાક કહે છે કે – તિર્યંચગતિમાં જ ઘણા જીવો હોવાથી અને ઘણી સ્થિતિ હોવાથી તિર્યંચગતિમાં સંસારનો ઉપચાર કર્યો છે. (૧૩)
હવે આર્તધ્યાન કરનારાની લેગ્યા બતાવાય છે –
આર્તધ્યાન કરનારા જીવને રૌદ્રધ્યાનની અપેક્ષાએ અતિસંક્લેશ વિનાની એટલે કે અતિશય ખરાબ ફળ વિનાની, કર્મપરિણામથી પેદા થયેલ એવી કાપોતલેશ્યા, નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યા હોય છે. કાળા વગેરે દ્રવ્યોના સાંનિધ્યથી જેમ સ્ફટિકનો તેવો પરિણામ થાય છે તેમ કાળા વગેરે દ્રવ્યોના સાંનિધ્યથી આત્માનો જે પરિણામ થાય છે તેને લેગ્યા કહેવાય છે. વેશ્યાઓ કર્મના ઉદયને આધીન છે. (૧૪)
રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ હિંસાનુબંધી, ૨ મૃષાનુબંધી, ૩ તેયાનુબંધી અને ૪ વિષયસંરક્ષણાનુબંધી. આમનું સ્વરૂપ ધ્યાનશતક અને તેની વૃત્તિમાંથી આ રીતે જાણવું
આર્તધ્યાન કહ્યું. હવે રૌદ્રધ્યાનનો અવસર છે. તે પણ ચાર પ્રકારનું જ છે. તે આ પ્રમાણે - હિંસાસંબંધી, જૂઠસંબંધી, ચોરીસંબંધી અને વિષયોના સંરક્ષણ સંબંધી. પૂજ્ય ઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે, અહિંસા, જૂઠ, ચોરી, વિષયોના સંરક્ષણ થકી રૌદ્રધ્યાન થાય છે.” (તત્ત્વાર્થસૂત્ર ૯(૩૬) વગેરે. તેમાં પહેલો પ્રકાર બતાવવા કહે છે
નિષ્ફરમનવાળાનું, અતિશય ક્રોધરૂપી ગ્રહથી યુક્ત એવું, જીવોના વધ, વેધ, બંધન, દહન, અંકન, મારણ વગેરેનું પ્રણિધાન તે રૌદ્રધ્યાન છે. જીવો એટલે એકેન્દ્રિય વગેરે જીવો. વધ એટલે હાથ, ચાબુક, લાત વગેરેથી મારવું તે. વેધ એટલે ખીલા વગેરેથી નાક વગેરે વીંધવું તે. બંધન એટલે દોરડા, સાંકળ વગેરેથી બાંધવું તે. દહન એટલે ઉંબાડીયા વગેરેથી બાળવું તે. અંકન એટલે કૂતરા, શિયાળના પગ વગેરેથી લાંછન કરવું તે. મારણ એટલે તલવાર, શક્તિ, ભાલા વગેરેથી મારી નાંખવું. વગેરેથી ગાઢ પીડા કરવી, પાડવું વગેરે