________________
ચાર પ્રકારનું આર્તધ્યાન
વિયોગના દૃઢ ભાવ વડે વર્તમાન કાળ લીધો.
અસંયોગની ચિંતા એટલે તે વેદના કોઈક રીતે દૂર થાય તો ‘શી રીતે ફરી ભવિષ્યમાં મારે એનો સંયોગ ન થાય ?' એવું ધ્યાન. આ ભવિષ્યકાળને આશ્રયીને કહ્યું. આ રીતે વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું ગ્રહણ કરવાથી ભૂતકાળનું ગ્રહણ પણ થઈ જ ગયું સમજવું. તેની ભાવના પૂર્વેની ગાથામાં કરી જ છે. (૭)
બીજો પ્રકાર કહ્યો. હવે ત્રીજો પ્રકાર બતાવતા કહે છે
-
૧૮૧
રાગથી ભાવિત જીવનો સારા વિષયો, વસ્તુઓ અને ઇષ્ટ વેદનાના અવિયોગનો દૃઢ ભાવ અને સંયોગની ખૂબ અભિલાષા તે આર્તધ્યાન છે. અવિયોગના દૃઢ ભાવથી વર્તમાનકાળ લીધો. સંયોગની ખૂબ અભિલાષા એટલે ‘શી રીતે મારો આ વિષયો વગેરેની સાથે ભવિષ્યમાં સંબંધ થાય ?' એવી અત્યંત ઇચ્છા. આનાથી ભવિષ્યકાળ લીધો. ૬ શબ્દથી પહેલાની જેમ ભૂતકાળ લીધો. રાગ એટલે આસક્તિ. (૮)
ત્રીજો ભેદ કહ્યો. હવે ચોથો ભેદ બતાવવાની ઇચ્છાવાળા કહે છે
-
દેવેન્દ્રપણા, ચક્રવર્તીપણા વગેરેના ગુણો અને ઋદ્ધિની યાચનાવાળુ, અત્યંત અજ્ઞાનથી યુક્ત, હલકુ એવું નિયાણાનું ચિંતન તે આર્તધ્યાન છે.
ક્રીડા કરે તે ભવનપતિ વગેરે દેવો. તેમના ઇન્દ્રો એટલે માલિકો તે દેવેન્દ્રો - ચમરેન્દ્ર વગેરે. ચક્ર વડે વિજય મેળવનારા તે ચક્રવર્તી - ભરત વગેરે. વગેરેથી બળદેવ વગેરે લેવા. ગુણો એટલે સારુ રૂપ વગેરે. ઋદ્ધિ એટલે ઐશ્વર્ય.
નિયાણાનું ચિંતન એટલે ‘હું આ તપ, ત્યાગ વગેરેથી દેવેન્દ્ર થાઉં.’ વગેરે રૂપ ભાવ. એને અધમ કેમ કહ્યું ? કેમકે તે અત્યંત અજ્ઞાનથી યુક્ત છે. અજ્ઞાની સિવાય બીજાને સાંસારિક સુખોની ઇચ્છા થતી નથી. કહ્યું છે - ‘અજ્ઞાનથી આંધળા જીવો ચંચળ એવી સ્ત્રીના અંગોપાંગથી આકર્ષાઈને કામમાં આસક્ત થાય છે કે મોટા વૈભવને કમાવામાં આસક્ત થાય છે. વિદ્વાનનું મન તો મોટા મોક્ષની ઇચ્છામાં એકતાન હોય છે. ઐરાવણ હાથી નાના થડ વાળા ઝાડ પર પીઠ ઘસતો નથી.’ (૯)
ચોથો પ્રકાર કહ્યો. હવે આ આર્તધ્યાન જેને હોય છે અને તે જેને વધારનારુ છે તે કહેવાની ઇચ્છાવાળા કહે છે –
રાગ-દ્વેષ-મોહથી કલંકિત જીવનું આ ચાર પ્રકારનું આર્તધ્યાન સંસાર વધારનારું અને તિર્યંચગતિનું મૂળકારણ છે. (૧૦)
પ્રશ્ન - આપે આર્તધ્યાનને સંસાર વધારનારુ કહ્યું. તે શી રીતે ?