________________
૧૮૦
ચાર પ્રકારનું ધ્યાન - એક આલંબનમાં ચિત્તનો વિરોધ કરવો તે ધ્યાન. કહ્યું છે કે, “ઉત્તમસંઘયણવાળાનો એક આલંબન ઉપર ચિંતાનો નિરોધ તે ધ્યાન (૯/૨૭)” (તત્ત્વાર્થાધિગમસૂત્ર).
ધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ આર્તધ્યાન, ૨ રૌદ્રધ્યાન, ૩ ધર્મધ્યાન અને ૪ શુકુલધ્યાન. શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે, “ચાર ધ્યાનો વડે – આર્તધ્યાન વડે, રૌદ્રધ્યાન વડે, ધર્મધ્યાન વડે, શુલધ્યાન વડે.”
તેમાં આર્તધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ ઈષ્ટવિયોગની ચિંતા, ૨ અનિષ્ટસંયોગની ચિંતા, ૩ વેદનાની ચિંતા અને ૪ નિયાણું. શ્રીધ્યાનશતકમાં અને તેની વૃત્તિમાં આમનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે –
જે પ્રમાણે ઉદેશ કરાયો હોય તે પ્રમાણે નિર્દેશ કરાય' એ ન્યાયથી હવે આર્તધ્યાનનું સ્વરૂપ કહેવાનો અવસર છે. તે આર્તધ્યાન પોતાના વિષયરૂપ ભેદથી ચાર પ્રકારનું છે. વાચકમુખ્ય ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે – “ખરાબ વસ્તુનો સંયોગ થવા પર તેના વિયોગની વિચારણા, વેદનાની વિચારણા, સુંદર વસ્તુનો વિયોગ થવા પર તેના સંયોગની વિચારણા અને તપના ફળનું નિયાણું – એ ચાર પ્રકારનું આર્તધ્યાન છે.” (તત્ત્વાર્થ ૯૩૧-૩૪) તેમાં પહેલો પ્રકાર બતાવવા કહે છે – | ‘ષથી મેલા જીવનું ખરાબ એવા શબ્દ વગેરે વિષયો અને વસ્તુઓના વિયોગનું અને અસંયોગનું ખૂબ ચિંતન તે આર્તધ્યાન છે. મનને અનુકૂળ એટલે કે ઈષ્ટ હોય તે સારા. સારા ન હોય તે ખરાબ. જેમાં આસક્ત થયેલા જીવો વિષાદ પામે છે તે વિષયો એટલે કે ઇન્દ્રિયોના વિષયો. શબ્દ વગેરે વિષયો છે. વગેરેથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ લેવા. વસ્તુઓ એટલે વિષયોના આધારરૂપ ગધેડા વગેરે. વિયોગનું ચિંતન એટલે “શી રીતે મારો આમનાથી વિયોગ થાય?' એવી ચિંતા. આનાથી વર્તમાનકાળ લીધો. એકવાર વિયોગ થયા પછી ફરી એમના અસંયોગનું ચિંતન એટલે “શી રીતે મારો હંમેશા એમની સાથે અસંયોગ રહે ?' એવું વિચારવું તે. આનાથી ભવિષ્યકાળ લીધો. 9 શબ્દથી પહેલા પણ અનિષ્ટ વસ્તુઓના વિયોગ અને અસંયોગ ગમતા હોવાથી ભૂતકાળ લીધો. દ્વેષ એટલે અપ્રીતિ. દ્વેષથી મેલો એટલે દ્વેષથી વ્યાપ્ત. (૬)
પહેલો પ્રકાર કહ્યો હવે બીજો પ્રકાર કહેવાની ઇચ્છાવાળા કહે છે –
શૂળ, માથાનો રોગ વગેરેની વેદનાની ચિકિત્સામાં વ્યગ્ર મનવાળા જીવને તે વેદનાના વિયોગનો દઢ ભાવ અને અસંયોગની ખૂબ ચિંતા તે આર્તધ્યાન છે. વગેરેથી બાકીના રોગો અને આતંકો લેવા. (રોગ લાંબા કાળે મારે, આતંક તરત મારે.) વેદાય તે વેદના. વેદનાના