________________
ભાવધર્મ, ચાર પ્રકારની ભાવના, ચાર પ્રકારના સ્મારણા વગેરે
૧૭૯ ઉત્સાહ તે ભાવધર્મ. ભાવ વિનાની ધર્મક્રિયા વાસ્તવિક ફળ આપતી નથી. શ્રીઅધ્યાત્મકલ્પદ્રુમમાં શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે કહ્યું છે,
ભાવના ઉપયોગથી શૂન્ય એવી આવશ્યક ક્રિયાઓ કરનારો તું દેહના ક્લેશને પામે છે, તું એમનું ફળ નહીં પામે. (૧૬)
જેમના વડે આત્મા ભાવિત કરાય તે ભાવના. તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ જ્ઞાનભાવના, ૨ સમ્યકત્વભાવના, ૩ ચારિત્રભાવના અને ૪ વૈરાગ્યભાવના. મહોપાધ્યાય શ્રીકલચન્દ્રજી કૃત ધ્યાનદીપિકામાં આ ભાવનાઓનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે,
અનિત્ય વગેરે આ બાર ભાવનાઓ કહી છે, તથા બીજી જ્ઞાન-દર્શનચારિત્ર-વૈરાગ્ય ભાવનાઓ કહી છે. (૭).
વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, પરાવર્તન અને સદ્ધર્મદર્શન (સદ્ધર્મકથા) – એ પ્રમાણે જ્ઞાનભાવના જાણવી. (૮).
સંવેગ, પ્રશમ, ધૈર્ય, અસંમૂઢપણું, અભિમાનનો અભાવ, આસ્તિક્ય, અનુકંપા-એ પ્રમાણે સમ્યકત્વભાવના જાણવી. (૯)
ઇર્યા વગેરે સંબંધી પ્રયત્નો, મન-વચન-કાયાની ગુપ્તિઓ, પરીષહને સહન કરવાપણું - એ પ્રમાણે ચારિત્રભાવના જાણવી. (૧૦)
વિષયોમાં અનાસક્તિ, તત્ત્વનું અનુચિતન કરવું, જગતના સ્વભાવને વિચારવો – એ પ્રમાણે વૈરાગ્યની સ્થિરતા માટે ભાવના છે. (૧૧)
સ્મારણા વગેરે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ સ્મારણા, ૨ વારણા, ૩ ચોદના અને ૪ પ્રતિચોદના. આ સ્મારણા વગેરેનું સ્વરૂપ ગચ્છાચારપયન્નાની ૧૭મી ગાથાની વૃત્તિમાંથી આ પ્રમાણે જાણવું -
હિતમાં પ્રવર્તાવવું અથવા કૃત્ય યાદ કરાવવું તે સારણા, ઉપલક્ષણથી અહિતમાંથી અટકાવવું તે વારણા, સંયમયોગોમાં અલના થવા પર “આપના જેવા માટે આ કરવું યોગ્ય નથી' વગેરે વચન વડે પ્રેરણા કરવી તે ચોદના, તે જ રીતે ફરી ફરી પ્રેરણા કરવી તે પ્રતિચોદના...(૧૭)
ગુરુ દેશના, કથા, ધર્મ, ભાવના અને સ્મારણા વગેરેના કરવા, કરાવવા, ઉપદેશ આપવા વગેરે વિધાનોમાં નિપુણ બુદ્ધિવાળા હોય છે.