________________
તપધર્મ
મનની પ્રસન્નતા, સૌમ્યપણું, મૌન, આત્માનું નિયંત્રણ, ભાવની શુદ્ધિ એ માનસ તપ કહેવાય છે. મનની પ્રસન્નતા એટલે સ્વચ્છતા, વિષયોની ચિંતાના વ્યાકુળપણાથી રહિતપણું. સૌમ્યપણું એટલે સારામનવાળાપણું, બધા લોકોનું હિત ઇચ્છવાપણું, નિષિદ્ધને વિચારવું નહીં તે. મૌન એટલે નિદિધ્યાસન નામનો એકાગ્રતાપૂર્વક આત્મચિંતન કરવા રૂપ મુનિનો ભાવ. શાંકર ભાષ્યમાં કહ્યું છે કે, ‘વાણીના સંયમનું કારણ એવું મનનું સંયમ તે મૌન છે.’ આત્મવિનિગ્રહ એટલે આત્માની વિશેષથી મનની બધી વૃત્તિનું નિયંત્રણ - અટકાવવું એટલે કે અસંપ્રજ્ઞાત સમાધિ. ભાવની એટલે હૃદયની શુદ્ધિ એટલે કામ-ક્રોધલોભ વગેરે મળોની ફરીથી અશુદ્ધિ ઉત્પન્ન નહીં કરવા રૂપ સારાપણાથી વિશિષ્ટ એવી નિવૃત્તિ - દૂર થવું તે ભાવશુદ્ધિ. શાંકરભાષ્યમાં કહ્યું છે કે, ‘બીજાની સાથે વ્યવહાર કરતી વખતે માયારહિતપણું તે ભાવશુદ્ધિ. (૧૬)’
૧૭૮
અથવા સાત્ત્વિક, રાજસ અને તામસ ભેદથી ત્રણ પ્રકારનો તપ છે. શ્રીભગવદ્ગીતામાં અને ગણેશશાસ્ત્રિપાઠકે રચેલ તેની બાલબોધિની વૃત્તિમાં કહ્યું છે
‘આમ શારીરિક વગેરે ભેદથી ત્રણ પ્રકારનો તપ કહીને હવે ગુણના ભેદથી ત્રણ પ્રકારનો તપ બતાવતા થકા પહેલો સાત્ત્વિક તપ કહે છે – હે અર્જુન ! ફળની ઇચ્છા વિનાના અને મનના નિયંત્રણવાળા મનુષ્યો વડે શ્રેષ્ઠ શ્રદ્ધાથી કરાયેલ પૂર્વે કહેલા શારીરિક વગેરે ત્રણ પ્રકારના તપને શિષ્ટો સાત્ત્વિક તપ કહે છે. શ્રેષ્ઠ શ્રદ્ધાથી એટલે હંમેશા ટકનારી એવી આસ્તિયની બુદ્ધિથી સત્ત્વગુણવાળાનો તપ એ સાત્ત્વિક તપ છે. તેઓ મનના નિયંત્રણવાળા હોવાથી ફળની ઇચ્છા વિનાના છે. (૧૭)
રાજસ તપને કહે છે - હે અર્જુન ! મનુષ્ય વડે જે તપ સત્કાર-માન-પૂજા માટે અને દંભથી કરાય અને જે ચલ અને અધ્રુવ હોય તે અહીં રાજસ તપ કહ્યો છે. સત્કાર એટલે ‘આ તાપસ ધર્માત્મા છે, એની સમાન કોઈ પણ નથી' એવી વાહવાહ. માન એટલે ઊભા થવું અને અભિવાદન કરવા પૂર્વકનું સન્માન. પૂજા એટલે ગાયો, અન્ન, વસ્ત્ર વગેરે આપવા. દંભથી એટલે બીજા સત્કાર-માન-પૂજા ન કરે તો પણ પોતે જ ‘હું ધર્માત્મા છું' એ પ્રમાણે ધર્મની ધજા રાખવા વડે. રજસ્ ગુણવાળાનો તપ તે રાજસ તપ. ચંચળ એટલે કે અનિત્ય. અધ્રુવ એટલે ક્ષણિક એટલે ફળને વ્યભિચારી. (૧૮)
તામસ તપને કહે છે - અવિવેકી મનુષ્યો વડે કદાગ્રહથી પોતાને પીડા કરીને જે તપ કરાય છે કે શત્રુનો નાશ કરવા માટે જે તપ કરાય છે તે તામસ તપ કહેવાય છે. કદાગ્રહ એટલે અવિવેકથી થયેલી પકડ. પોતાને એટલે શરીર અને ઇન્દ્રિયના સમૂહરૂપ પોતાને. તમસ્ ગુણવાળાનો તપ તે તામસ તપ. તમસ્ ગુણથી થયેલ તપ તે તામસ તપ. (૧૯)’
ક્ષાયોપશમિક વગેરે વિશેષ પ્રકારના અધ્યવસાયને લીધે દાન વગેરેમાં મનનો