________________
તપધર્મ
૧૭૭ અહીં સામાન્યથી નિર્જરા માટે ઉત્સર્ગ કહ્યો છે. માટે પુનરુક્તિ નથી.
પ્રાયશ્ચિત્તથી માંડીને વ્યુત્સર્ગ સુધીનો તપ લોકો જાણી શકતા નથી, અન્ય દર્શનવાળા ભાવથી સેવતા નથી, મોક્ષપ્રાપ્તિનું નજીકનું કારણ છે, અંદરના કર્મોને તપાવે છે અને અંતર્મુખ એવા ભગવાન જાણી શકે છે. માટે તે અત્યંતર તપ છે.” (સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
કેટલાક શારીરિક, વાય અને માનસ ભેદથી ત્રણ પ્રકારનો તપ માને છે. શ્રીભગવદ્ગીતામાં અને મધુસૂદન કૃત ગૂઢાર્થદીપિકા નામની તેની વૃત્તિમાં કહ્યું છે –
ક્રમથી આવેલા તપના સાત્ત્વિકતપ વગેરે ભેદોને કહેવા માટે શારીરિકતપવાચિકતપ-માનસતપ રૂપ ભેદો વડે તપના ત્રણ પ્રકારો ત્રણ શ્લોકો વડે કહે છે – દેવબ્રાહ્મણ-ગુરુ-વિદ્વાનનું પૂજન, શૌચ, આર્જવ, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. દેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, સૂર્ય, અગ્નિ, દુર્ગા વગેરે. દ્વિજો એટલે બ્રાહ્મણો. ગુરુ એટલે પિતા, માતા, આચાર્ય વગેરે. પ્રાજ્ઞ એટલે જેમણે વેદ અને તેના સાધનરૂપ અર્થો જાણ્યા છે એવા પંડિતો. પૂજન એટલે શાસ્ત્ર મુજબ પ્રણામ, સેવા વગેરે. શૌચ એટલે માટી અને પાણીથી શરીરને શુદ્ધ કરવું. કુટિલતાના અભાવરૂપ આર્જવા ભાવશુદ્ધિશબ્દથી માનસતપમાં કહેશે. શારીરિક આર્જવ એટલે વિહિત (શાસ્ત્રોક્ત)માં એક સરખી પ્રવૃત્તિવાળાપણું અને નિષિદ્ધ(શાસ્ત્રનિષિદ્ધ)માંથી એકસરખી નિવૃત્તિવાળાપણું. બ્રહ્મચર્ય એટલે નિષેધ કરાયેલ મૈથુનથી નિવૃત્તિ. અહિંસા એટલે શાસ્ત્રમાં નહીં કહેલા એવા પ્રાણીઓને પીડવાનો અભાવ. ૨ શબ્દથી ચોરીનો અભાવ અને પરિગ્રહનો અભાવ પણ સમજી લેવા. શારીરિક તપ એટલે શરીરપ્રધાન એવા કર્તા વગેરેથી સાધી શકાય એવું, માત્ર શરીરથી નહીં. “તેના આ પાંચ હેતુઓ છે એમ આગળ કહેશે. (૧૪)
ઉદ્વેગ નહી કરનારું વાક્ય, સત્ય વચન, પ્રિય વચન, જે હિતકારી વચન અને સ્વાધ્યાયનો અભ્યાસ એ વાય (વાચિક) તપ કહેવાય છે. અનુગાર એટલે કોઈને દુઃખી નહીં કરનારું. સત્ય એટલે જેના મૂળમાં પ્રમાણ હોય અને જેનો અર્થ બાધિત ન હોય તે. પ્રિય એટલે સાંભળનારને તાત્કાલિક સાંભળવામાં સુખ આપનારું. હિતકારી એટલે પરિણામે સુખ કરનારું. ર શબ્દ વિશેષણોને ભેગા કરવા માટે છે. અનુગકરપણું વગેરે ચારે વિશેષણોથી વિશિષ્ટ, એક પણ વિશેષણથી ન્યૂન નહીં, એવું જે વાક્ય - જેમકે હે વત્સ ! શાંત થા, સ્વાધ્યાય અને યોગને કર, તે રીતે તારું કલ્યાણ થશે.” વગેરે તે વાચિક તપ છે, શારીરિક તપની જેમ. સ્વાધ્યાયનો અભ્યાસ એટલે વિધિપૂર્વક વેદનો અભ્યાસ. પૂર્વ શબ્દની વ્યાખ્યા પહેલા કહેલા વિશેષણોના સમુચ્ચયના અવધારણરૂપે કરી છે. (૧૫)