________________
૧૭૬
તપધર્મ વગેરેની ચિંતવનારૂપ તે હિંસાનુબંધીરૌદ્રધ્યાન. ૨. પૈશુન્ય, અસભ્ય, અસભૂત, ઘાત વગેરે વચનની ચિંતવનારૂપ તે મૃષાનુબંધીરૌદ્રધ્યાન. ૩. તીવ્ર ક્રોધ, લોભથી આકુલ અને જીવઘાત પરાયણ તેમ જ પરલોકના દુઃખથી નિરપેક્ષપણે પરદ્રવ્યહરણની ચિંતવનારૂપ ચૌર્યાનુબંધીરૌદ્રધ્યાન. ૪. બધી બાજુથી શંકા-પરાયણ રહે, પરંપરાએ ઉપઘાત-પરાયણ રહે, શબ્દાદિ વિષય-સાધક દ્રવ્યોના રક્ષણની ચિંતવના કરે તે સંરક્ષણાનુબંધીરૌદ્રધ્યાન.
આ રૌદ્રધ્યાન હિંસાદિની બહુલતાવાળી પ્રવૃત્તિ વગેરેથી જણાય છે અને નરકગતિનું કારણ છે.
૩. ધર્મધ્યાન :-ક્ષમાદિ દશ યતિધર્મથી યુક્ત જે ધ્યાન તે ધર્મધ્યાન. ૧. સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાનું ચિંતન તે આજ્ઞાવિચયધર્મધ્યાન. ૨. રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિયાધીન જીવોના અપાયોનું ચિંતન તે અપાયરિચયધર્મધ્યાન ૩. જ્ઞાનાવરણ વગેરે શુભાશુભ કર્મના વિપાકોનું ચિંતન તે વિપાકવિચયધર્મધ્યાન. ૪. પૃથ્વીમંડલ ઉપર રહેલા દ્વીપ-સમુદ્ર આદિ પદાર્થોની આકૃતિની વિચારણા તે સંસ્થાનવિયધર્મધ્યાન.
જિન કથિત ભાવો પર શ્રદ્ધા વગેરે ચિહ્નોથી આ ધર્મધ્યાન જણાય છે અને તે દેવગતિનું કારણ છે.
૪. શુક્લધ્યાન -આઠ પ્રકારના કર્મમલને જે શુદ્ધ કરે કે શુચ એટલે શોકને દૂર કરે તે શુકુલધ્યાન. તે ૧. પૃથક–વિતર્કસવિચાર, ૨. એકત્વવિતર્કઅવિચાર, ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ૪. ભુપતક્રિયા અનિવૃત્તિ-એમ ચાર પ્રકારે છે.
આ ધ્યાન પૂર્વગત શ્રુતાનુસારે જુદા જુદા નયો, મતો, એક દ્રવ્યની ઉત્પત્તિ, વ્યય, સ્થિતિ, ભાંગા, પર્યાયોનાં ચિંતનરૂપ છે. સ્વસ્થતા, સંમોહ આદિથી આ ધ્યાન જણાય છે અને મોક્ષ ફળ અપાવનાર છે.
અહીં ધર્મધ્યાન અને ગુફલધ્યાનથી જ નિર્જરા થતી હોવાથી તે પરૂપ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી કર્મબંધ થતો હોવાથી તે તપરૂપ નથી.
૬. ઉત્સર્ગ - ત્યાગ કરવા યોગ્યનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ. તે બે પ્રકારે છે - બાહ્ય અને અભ્યતર. તેમાં વધારાના, અનેષણીય અને જીવોથી સંસક્ત એવા બાર વગેરે પ્રકારની ઉપધિ કે અન્ન-પાણીનો ત્યાગ તે બાહ્ય ઉત્સર્ગ. કષાયોનો કે મરણ વખતે શરીરનો ત્યાગ તે અત્યંતર ત્યાગ.
પ્રશ્ન - પ્રાયશ્ચિત્તમાં જ ઉત્સર્ગ કહ્યો છે તો અહીં ફરી કહેવાનું શું પ્રયોજન છે? જવાબ - તમારી વાત સાચી છે. પ્રાયશ્ચિત્તમાં અતિચારની વિશુદ્ધિ માટે ઉત્સર્ગ કહ્યો.