________________
તપધર્મ
૧૭૫
૪. સ્વાધ્યાય : કાળવેળાને ત્યાગીને મર્યાદાપૂર્વક તે તે પોરિસીના વખતે જે અધ્યયન કરવું તે સ્વાધ્યાય. તેના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા એમ પાંચ પ્રકાર છે.
વાચના-શિષ્યને ભણાવવું તે વાચના.
પૃચ્છના-ગ્રહણ કરેલી વાચનામાં શંકા ઉત્પન્ન થવાથી ફરીવા૨ પૂછવું અથવા આગળ ભણેલ સૂત્ર વગેરેમાં શંકા વગેરે થાય તો પ્રશ્ન કરવા તે પૃચ્છના.
પરાવર્તના-પૃચ્છના દ્વારા શુદ્ધ થયેલ સૂત્ર ભૂલાઈ ન જાય, તે માટે શુદ્ધ ઉચ્ચારપૂર્વક જે પુનરાવર્તન કરાય તે પરાવર્તના.
અનુપ્રેક્ષા-સૂત્રની જેમ અર્થ પણ ન ભૂલાય તે માટે અર્થનો મનથી અભ્યાસ કરવો એટલે ચિંતન કરવું તે અનુપ્રેક્ષા.
ધર્મકથા - - અભ્યાસ કરેલ શ્રુત વડે કથા કરવી તે ધર્મકથા. ધર્મ એટલે શ્રુતધર્મ અને કથા એટલે વ્યાખ્યા. શ્રુતની વ્યાખ્યા તે ધર્મકથા.
૫. ધ્યાન ઃજેના વડે અંતર્મુહૂર્ત કાળ સુધી એકાગ્ર ચિત્તે પદાર્થનું જે ચિંતન થાય (ધ્યાન કરાય) તે ધ્યાન. કહ્યું છે કે,
‘‘છદ્મસ્થોને એક પદાર્થ ૫૨ અંતર્મુહૂર્ત કાળ સુધી ચિત્તની સ્થિરતા તે ધ્યાન છે. કેવલીને યોગનો નિરોધ તે ધ્યાન છે.’
તે ધ્યાન આર્ટ, રૌદ્ર, ધર્મ અને શુક્લ-એમ ચાર પ્રકારે છે.
૧. આર્તધ્યાન ઃ-ઋત એટલે દુઃખ. દુઃખના કારણે થયેલું હોય કે પીડિત પ્રાણીમાં થયેલું હોય તે આર્ત. તે ચાર પ્રકારે છે - ૧. ખરાબ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ વિષયો કે તેમના આશ્રયરૂપ કાગડા વગેરે વસ્તુઓના વિયોગનું અને ભવિષ્યમાં તેમનો ફરી સંયોગ ન થાય તેવું ચિંતન. ૨. શૂલ, શિરપીડા વગેરે વેદનાઓના વિયોગ અને ફરી અસંયોગની પ્રાર્થના. ૩. ઇચ્છિત શબ્દાદિ વિષયો તથા સાતાવેદનીય-(સુખ)ના અવિયોગ અને ફરી સંયોગની પ્રાર્થના. ૪. દેવેન્દ્રપણું ચક્રવર્તિપણું વગેરેની પ્રાર્થના.
આ ચાર પ્રકારનું આર્તધ્યાન શોક, રૂદન, પોતાના છાતી - માથુ વગેરે કુટવા, વિલાપ કરવો વગેરે લક્ષણોથી જણાય છે અને તે તિર્યંચગતિનું કારણ છે.
૨. રૌદ્રધ્યાન :- પ્રાણીવધ વગેરેમાં પરિણત જે આત્મા બીજાને રડાવે તે રુદ્ર. તે રુદ્રાત્માનું કાર્ય તે રૌદ્ર. ૧. તે પ્રાણીઓના વિષે વધ, વેધ, બંધન, દહન, અંકન, મારણ