________________
૧૭૪
તપધર્મ ભક્તિ એટલે બાહ્યસેવા, બહુમાન એટલે આંતરપ્રીતિ, વર્ણવાદ એટલે ગુણાનુવાદ.
ચારિત્રવિનય એટલે “સામાયિક વગેરે ચારિત્રની શ્રદ્ધા તથા કાયા વડે પાલના અને સર્વજીવોની આગળ તેની પ્રરૂપણા.”
મન-વચન-કાયવિનય-“આચાર્ય વગેરેને વિષે સર્વકાળે અકુશલ (અશુભ) મન-વચનકાયાનો રોધ તથા કુશલ (શુભ) મન-વચન-કાયાનું પ્રવર્તન તે મન-વચન-કાયવિનય છે.”
ઉપચારવિનય - સુખકારક ક્રિયા વિશેષથી થયેલ હોય, તે ઔપચરિક વિનય, તે સાત પ્રકારે છે – “૧. અભ્યાસસ્થાન, ૨. છંદાનુવર્તન, ૩. કૃતપ્રતિકૃતિ, ૪. કાર્યનિમિત્તકારણ, ૫. દુઃખાર્તગવેષણ, ૬. દેશ-કાળજ્ઞાન, ૭. સર્વાર્થેધ્વનુમતિ-એ પ્રમાણે ઔપચારિક વિનય સંક્ષેપથી કહેલ છે.”
૧. અભ્યાસસ્થાન એટલે સૂત્ર વગેરેના અભ્યાસીએ આચાર્ય વગેરેની પાસે જ રહેવું. ૨. છંદાનુવર્તન એટલે ગુરુની ઇચ્છા પ્રમાણે વર્તવું.
૩. કૃતપ્રતિકૃતિ એટલે કેવલ નિર્જરા માટે નહીં પણ પ્રસન્ન થયેલ ગુરુઓ મને સૂત્રાર્થના દાન વડે પ્રત્યુપકાર કરશે, એમ વિચારી ગુરુની ભોજન વગેરેથી ભક્તિ કરવામાં યત્ન કરવો.
૪. કાર્યનિમિત્તકારણ કે કારિતનિમિત્તકારણ એટલે શ્રુતપ્રાપ્તિ વગેરે રૂપ નિમિત્તને પામીને એટલે આ ગુરુની પાસે હું શ્રુત પામ્યો છું, માટે તેમનો વિનય કરવો જોઈએ, એ નિમિત્તે વિનયાનુષ્ઠાન કરવું. અર્થાત ગુરુ વડે સારી રીતે ભણાવાયેલ શિષ્ય વિશેષ પ્રકારે વિનયાનુષ્ઠાનમાં સારી રીતે પ્રવર્તવું જોઈએ.
પ. દુઃખાર્ત ગવેષણ દુઃખથી પીડિતની ઔષધ વગેરે દ્વારા સેવા કરવી. અર્થાત્ દુઃખી ઉપર ઉપકાર કરવો.
૬. દેશ-કાળના અવસરને જોવો. ૭. બધા કાર્યમાં ગુરુને અનુકૂળ રીતે વર્તવું. અથવા બાવન પ્રકારનો પણ ઉપચાર વિનય છે. તે પાંસઠમા દ્વારમાં કહેવાશે.
૩. વૈયાવચ્ચઃ વ્યાપારમાં (કાર્યમાં) રહેવાનો ભાવ તે વૈયાવચ્ચ. ધર્મસાધના કરવા માટે અન્ન વગેરેનું જે દાન તે વૈયાવચ્ચ. કહ્યું છે કે,
કાર્યમાં રહેવાપણાનો જે ભાવ તે વૈયાવચ્ચ છે. વિધિપૂર્વક અન્ન વગેરે આપવું તે વૈયાવચ્ચનો ભાવાર્થ છે.”