________________
તપધર્મ
૧૭૩
કહેવાય છે.
અત્યંતરતા
૧. પ્રાયશ્ચિત્ત - ચિત્ત એટલે જીવ, પ્રાયઃ એટલે બહુલતા. જીવને લગભગ નિર્મલ કરે તે પ્રાયશ્ચિત્ત. મૂલગુણ, ઉત્તરગુણ વિષયક અતિચારોથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી મેલને સાફ કરે તે પ્રાયશ્ચિત્ત. તેના આલોચના વગેરે દશ પ્રકાર છે. કહ્યું છે કે,
“આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિત-એ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત છે.” આ દશ પ્રાયશ્ચિત્તનું વર્ણન અઢાણમા દ્વારમાં વિસ્તારથી કહેવાશે.
૨. વિનય - જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય. તે જ્ઞાન, દર્શન વગેરે ભેદોથી સાત પ્રકારે છે. કહ્યું છે કે - “જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાય તથા ઉપચારવિનય.
જ્ઞાનવિનય-તે મતિજ્ઞાન વગેરેની સણારૂપ પાંચ પ્રકારે છે. ભક્તિ, બહુમાન, જ્ઞાન વડે દષ્ટ પદાર્થોની સભ્ય ભાવના, વિધિપૂર્વક ગ્રહણ તથા અભ્યાસને જિનેશ્વરોએ જ્ઞાનવિનય કહેલો છે.”
દર્શનવિનય-તે શુશ્રુષણા અને અનાશાતના રૂપે બે પ્રકારે છે. કહ્યું છે કે,
““શુશ્રુષણા અને અનાશાતનારૂપ બે પ્રકારે દર્શનવિનય છે. દર્શનગુણમાં અધિક હોય તેનો શુશ્રુષણાવિનય કરાય છે. તે સત્કાર કરવો, ઊભા થવું, સન્માન કરવું, આસન આપવું, વંદન કરવું, બે હાથ જોડવા, આવે ત્યારે સામે જવું, જાય ત્યારે પાછા મૂકવા જવું, ઊભા રહે ત્યારે પર્યાપાસના કરવી. આ શુશ્રુષણાવિનય છે.”
સત્કાર એટલે સ્તવન-વંદન વગેરે. અભ્યત્થાન એટલે વિનય યોગ્ય વ્યક્તિને જોઈ તરત બેઠા હોય તો ઊભા થઈ જવું. સન્માન એટલે વસ્ત્ર-પાત્ર વડે સત્કાર કરવો. આસનાભિગ્રહ એટલે ઊભા રહેવું, વડિલને આસન આપી અહીં બિરાજો એમ કહેવું. વડિલ એક સ્થાનેથી બીજા સ્થાને જાય તો આસન લઈ ત્યાં આપવું તે આસનાનપ્રદાન. કૃતિકર્મ એટલે વંદન કરવું. બે હાથ જોડવા તે અંજલીગ્રહ.
અનાશાતનાવિનય પંદર પ્રકારે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે - “તીર્થકર, ધર્મ, આચાર્ય, વાચક, સ્થવિર, કુલ, ગણ, સંઘ, એક સામાચારીવાળા સાંભોગિક, ક્રિયાવાનું (આસ્તિક), મતિજ્ઞાન વગેરેના વિશે ભક્તિ, બહુમાન, ગુણાનુવાદ કરવા તે અનાશાતના વિનય કહેવાય છે.”