________________
તપધર્મ
૧૭૨
““સંસાર-વાસ ઉપર નિર્વેદના કારણરૂપ વીરાસન, ઉત્કટુક-આસન, લોચ વગેરે કાયક્લેશ જાણવા. વીરાસન વગેરે કાયક્લેશ કરવાથી કાયનિરોધ, જીવોની દયા, પરલોકમતિ તથા બીજાઓને આદરભાવ થાય છે અને લોચ કરાવવાથી નિઃસંગતા, પશ્ચાતુકર્મપુરુ કર્મનો ત્યાગ, દુઃખ સહન, નરકાદિ ગતિની ભાવના અને નિર્વેદભાવ થાય છે.”
૬. સંલીનતા - સંલીનતા એટલે ગુપ્તતા. તે ઇન્દ્રિયવિષયક, કષાયવિષયક, યોગવિષયક, વિવિકતશપ્યા અને આસન વિષયક - એમ ચાર પ્રકારે છે. કહ્યું છે કે,
ઇન્દ્રિય, કષાય, યોગ તથા વિવિક્તચર્યારૂપ સંલીનતા વીતરાગ ભગવતે જણાવી
છે.”
શ્રવણેન્દ્રિય વડે મધુર-કર્કશ વગેરે શબ્દોમાં રાગ-દ્વેષ ન કરવા તે શ્રોત્રેન્દ્રિય સંસીનતા છે. કહ્યું છે કે,
“સારા કે ખરાબ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય ત્યારે સાધુએ હર્ષ કે શોક કરવો નહીં. આ ઇન્દ્રિય સંલીનતા છે.” - ઉદયમાં ન આવેલા કષાયોના ઉદયને રોકી અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા દ્વારા કષાય-સંલીનતા કરવી. કહ્યું છે કે,
ઉદયમાં ન આવેલ કષાયના ઉદયનો રોલ કરી અને ઉદયમાં આવેલ કષાયને નિષ્ફળ કરવો તે કષાયસલીનતા છે.”
અશુભ મન-વચન-કાયાના યોગનો રોધ કરી, શુભ મન-વચન-કાયાના યોગનું પ્રવર્તન કરવું, તે યોગસૂલીનતા છે. કહ્યું છે કે,
અપ્રશસ્ત યોગોનો નિરોધ અને પ્રશસ્ત યોગોની ઉદીરણા અને કાર્યમાં વિધિગમન તે યોગસંલીનતા કહી છે.”
સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત બગીચા વગેરે સ્થાનમાં જે રહેવું, તે વિવિક્ત શપ્યાસનરૂપ સંલીનતા જાણવી. મહર્ષિઓએ કહ્યું છે કે,
સ્ત્રી, પશુ, નપુંસક રહિત બગીચા, ઉદ્યાન વગેરે સ્થાનમાં જે રહેવું, તે તથા એષણીય ફલક વગેરેને ગ્રહણ કરવા, તે વિવિક્ત શાસનરૂપ સંલીનતા જાણવી.”
આ અનશન વગેરે છ એ બાહ્યતપ કહેવાય છે. એ તપની બાહ્યતા બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી છે. તથા પ્રાયઃ કરી શરીરના બાહ્ય ભાગને તપાવનાર હોવાથી લૌકિકો પણ તપરૂપે સ્વીકારે છે અને અન્ય દર્શનીઓ પણ સ્વૈચ્છિકપણે તારૂપે સેવતા હોવાથી બાહ્યતા