________________
તપધર્મ
૧૭૧ ૧ ઋજુગતિ, ૨. પ્રત્યાગતિ, ૩. ગોમૂત્રિકા, ૪. પતંગવિથિ, ૫. પેટા, ૬. અર્ધપેટા, ૭. અત્યંતરસંબુકા, ૮. બાહ્ય સંબુકા- આઠ ગોચરીભૂમિ છે. એ પ્રમાણે ક્ષેત્રાભિગ્રહ.
કાલાભિગ્રહ આદિ, મધ્યમ અને અંતે એમ ત્રણ પ્રકારે છે. ગોચરીના સમય પૂર્વે ગોચરી લેવા જવું તે આદિ. ગોચરીના સમયે ગોચરી લેવા જવું તે મધ્યમાં. ગોચરીના સમય પછી ગોચરી લેવા જવું તે અંતે.”
પ્રસિદ્ધ એવા ભિક્ષાના સમયની પહેલા, વચ્ચે કે અંતે ભિક્ષા માટે જવું તે કાલનો અભિગ્રહ. કહ્યું છે કે,
૧. ગોચરીના સમય પહેલા ગોચરી ફરવું અને જે મળે તે લેવું, તે આદિ. ૨. ભિક્ષા કાળે ગોચરી ફરી ભિક્ષા લેવી તે મધ્ય. ૩. ભિક્ષા કાળ પૂર્ણ થયા પછી ગોચરી જઈ જે મળે તે લેવું તે અંત.”
“આપનાર અને લેનારને જરા પણ અપ્રીતિ ન થાઓ માટે અપ્રાપ્ત ભિક્ષાકાળ અને અંત ભિક્ષાકાળ છોડવો અને મધ્યનો ભિક્ષાકાળ લેવો તે કાળાભિગ્રહ.
ભિક્ષાનું સાધન ઉચકી ભિક્ષા માટે જે જનાર હોય, તે ઉસ્લિપ્તચર કહેવાય એટલે ભિક્ષાચર. જે ભિક્ષાચર વગેરે કોઈપણ ગાતા-ગાતા, કે રડતા-રડતા કે બેઠા-બેઠા પોતાના ભોજનમાંથી ભિક્ષા આપે તો ગ્રહણ કરવી તે ભાવાભિગ્રહ.”
એ જ રીતે ભાજન વગેરે મૂકીને આપનારા વગેરે જાણવું. “દૂર ખસીને, નજીક આવીને, મુખ પાછળ કરીને, શરીરને શોભાવી કે શોભાવ્યા વિના અથવા બીજી કોઈપણ રીતે ભિક્ષા આપે તો ગ્રહણ કરવી, તે ભાવાભિગ્રહ છે.”
૪. રસત્યાગ:- રસોનો એટલે રસવાળા દૂધ વગેરે વિકારના કારણરૂપ હોવાથી તેનો ત્યાગ કરવો તે રસત્યાગ.
૫. કાયક્લેશ :- શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે શરીરને જે કષ્ટ અપાય તે કાયક્લેશ. તે વીરાસન વગેરે આસન કરવા દ્વારા, શરીરની વિભૂષાનો ત્યાગ કરીને અથવા વાળનો લોચ કરીને વગેરે અનેક પ્રકારનો છે. કહ્યું છે કે,
૬. અર્ધપેટા:- ઉપરની જેમ કલ્પના કરી પાસે રહેલ કોઈ પણ બે જ દિશામાં રહેલી શ્રેણીનાં ઘરોમાં ભિક્ષા માટે ફરે.
૭. અત્યંતરશખૂકા :- ગામના મધ્ય ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા શરૂ કરી, શંખના આવર્તની જેમ ગોળશ્રેણીમાં રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો છેવટે ગામનાં છેડે નીકળે.
૮. બાહ્યશખૂકા - ઉપરથી ઊલટા ક્રમે એટલે ગામનાં છેડેથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં ફરતાં ગામનાં મધ્યે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો છેવટે ગામની વચ્ચે જાય.