________________
તપધર્મ
‘‘જિનવચનની ભાવનાનુસારે ક્રોધ વગેરેનો જે ત્યાગ, તે ભાવઊણોદરિકા વીતરાગ ભગવંતે કહી છે.’’
૧૭૦
૩. વૃત્તિસંક્ષેપ :- જેના વડે જીવાય તે વૃત્તિ. વૃત્તિ એટલે ભોજનની સામગ્રી. તેનો સંક્ષેપ તે વૃત્તિસંક્ષેપ. તે ગોચરીના અભિગ્રહરૂપે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ ચાર પ્રકારે છે.
૧. દ્રવ્યથી :- મારે આજે ભિક્ષામાં ભાલાની અણી પર રહેલા ખાખરા વગેરે ગ્રહણ
કરવા.
૨. ક્ષેત્રથી : એક, બે, ત્રણ વગેરે ઘરે જવું. પોતાના જ ગામમાં કે બહારના ગામમાંથી ગોચરી લેવી. પેટા, અર્ધપેટા વગેરેપૂર્વક ગોચરી લેવી. આપનાર એક પગ અંદર-એક પગ બહા૨-એમ રાખીને આપે તો લેવી વગેરે.
૩. કાળથી :- પૂર્વાહ્ન વગેરે કાળમાં, બધા ભિક્ષુકો ભિક્ષા લઈ પાછા વળી જાય પછી, ભિક્ષા માટે ફરવું વગેરે.
૪. ભાવથી :- હસતા-હસતા, ગાતા-ગાતા, રડતા-રડતા વગેરે ક્રિયા કરતા, અથવા બંધાયેલો હોય અને ગોચરી આપતો હોય, તો હું ગ્રહણ કરીશ નહિ તો નહિ.
કહ્યું છે કે,
‘‘લેપકૃત અથવા અલેપકૃત ભિક્ષા લઈશ, અથવા અમુક દ્રવ્ય લઈશ, અથવા અમુક ચમચા કે વાટકી વડે દ્રવ્ય ગ્રહણ કરવું, એવો જે અભિગ્રહ એ પ્રમાણે દ્રવ્યાભિગ્રહ.
આઠ પ્રકારે ગોચરી ભૂમિ છે. પોતાના ગામમાં કે પરગામમાં કે આટલા ઘરોમાંથી ભિક્ષા લઈશ એ પ્રમાણે અભિગ્રહ કરે.૧
૧. ઋજુગતિ :- ઉપાશ્રયથી એક શ્રેણીમાં રહેલા ગૃહસ્થોનાં ઘરોમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરોમાં ભિક્ષા પૂર્ણ ન થાય, તો પણ પાછા ફરી બીજેથી લીધા વિના ઉપાશ્રયે જાય. ૨. પ્રત્યાગતિ ઃ-ઉ૫૨ની જેમ એક શ્રેણીમાં ફરી પાછા ફરતાં બીજી શ્રેણીનાં ઘરોમાં પણ ભિક્ષા માટે ફરે.
૩. ગોમૂત્રિકા : - સામસામે રહેલાં ઘરોની બંને શ્રેણીમાં સામસામે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો બંને શ્રેણીઓ પૂર્ણ કરે.
૪. પતંગવિથિ :-પતંગની જેમ અનિયત ક્રમે જે તે ઘરોમાં ભિક્ષા માટે ફરે.
૫. પેટા :- પેટીની જેમ ચારે દિશામાં ચાર શ્રેણીઓ કલ્પી વચ્ચેનાં ઘરો છોડી ચારે દિશામાં કલ્પેલી ચારે શ્રેણીમાં ભિક્ષા માટે ફરે.