________________
તપધર્મ
૧૬૯
પ્રકારે છે, જેમ કે પાદપોપગમન, ઇંગિતમ૨ણ અને ભક્તપરિજ્ઞા-આ ત્રણેનું સ્વરૂપ ૧૫૭મા દ્વારથી જાણવું.
૨. ઊનોદરિકા :- ઊન એટલે ઓછું. ઉદર એટલે પેટ. ભૂખ કરતાં ઓછું ખાવું તે ઊનોરિકા. તે ઊણોદરી બે પ્રકારે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યઊણોદરી ત્રણ પ્રકારની છે - ઉપકરણ, ભોજન, પાણી વિષયક –
ઉપકરણ વિષયક ઊણોદરી જિનકલ્પી વગેરે તેમ જ જિનકલ્પ વગેરેનો અભ્યાસ કરનારાને જાણવી. બીજાઓને તો ઉપધિના અભાવે સંયમનું બરાબર પાલન થતું નથી. પરંતુ સ્થવિરકલ્પીઓએ વધારાના ઉપકરણ ન લેવા તે તેમના માટે ઉપકરણ ઊનોરિકા છે. કહ્યું છે કે,
જે સંયમમાં ઉપકાર કરે તે ઉપકરણ કહેવાય. વધારાના ઉપકરણને અજયણાવાળો સાધુ વાપરે તો તે અધિકરણ કહેવાય.’’
ભોજન-પાણીની ઊણોદરિકા પોતાના આહારના પ્રમાણથી ન્યૂન જાણવી. આહારનું પ્રમાણ આ પ્રમાણે જાણવું – “પુરુષ માટે બત્રીસ કોળીયા આહાર અને સ્ત્રી માટે અઠ્યાવીસ કોળીયા આહાર તૃપ્તિ માટે પૂરો છે. કોળીયાનું પ્રમાણ કુકડીના ઈંડા પ્રમાણ જાણવું. જે મોઢામાં નાખવાથી મોઢું વિકૃત થાય નહિ.”
તે ઊણોદરિકા અલ્પાહાર વગેરે ભેદથી પાંચ પ્રકારે હોય છે. એક કોળીયાથી આઠ કોળીયા સુધી અલ્પાહાર કહેવાય. આમાં એક કોળીયા પ્રમાણ જઘન્ય અલ્પાહાર. બે થી સાત કોળીયા મધ્યમ અલ્પાહાર અને આઠ કોળીયા પ્રમાણ આહાર એ ઉત્કૃષ્ટ અલ્પાહાર.
નવ કોળીયા જઘન્ય અપાર્ધ ઊણોદરિકા, ૧૦ થી ૧૧ કોળીયા મધ્યમ અપાર્ધ ઊણોદરિકા અને ૧૨ કોળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ અપાર્ધ ઊણોદરિકા.
૧૩ કોળીયા જઘન્ય દ્વિભાગ ઊણોદરિકા, ૧૬ કોળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ દ્વિભાગ ઊણોરિકા અને વચ્ચેના કોળીયા મધ્યમ દ્વિભાગ ઊણોદરિકા જાણવી.
૧૭ કોળીયા પ્રમાણ જઘન્ય પ્રાપ્તોનોદરિકા, ૨૪ કોળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ પ્રાપ્તોનોદરિકા, વચ્ચે મધ્યમ પ્રાપ્તોનોદરિકા.
૨૫ કોળીયા પ્રમાણ જઘન્ય કિંચિત્ ઊણોદરિકા, ૩૧ કોળીયા પ્રમાણ ઉત્કૃષ્ટ કિંચિત્ ઊણોદરિકા, વચ્ચેના કોળીયા મધ્યમ કિંચિત્ ઊણોદરિકા. એ પ્રમાણે પાણીમાં પણ ઊણોદરિકા જાણવી. પુરુષાનુસારે સ્ત્રીઓને પણ જાણવી.
ક્રોધાદિનો ત્યાગ તે ભાવ-ઊણોદરિકા. કહ્યું છે કે,