________________
તપધર્મ
૧૬૮
ગાથાર્થ - “દિવ્ય અને ઔદારિક કામોનો કૃત, કારિત અને અનુમતિ વડે મન, વચન અને કાયાથી ત્યાગ કરવો તે અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય કહ્યું છે. (૧/૨૩)
ટીકાર્ચ - દેવલોકમાં થયેલા તે દિવ્ય કામો. તે વૈક્રિયશરીરથી થયેલા છે. ઔદારિક કામો ઔદારિક એવા તિર્યંચ અને મનુષ્યના શરીરથી થયેલા છે. જેમની કામના કરાય તે કામ. દિવ્ય અને ઔદારિક કામોનો ત્યાગ એટલે કે અબ્રહ્મનો નિષેધ તે બ્રહ્મચર્યવ્રત. તે અઢાર પ્રકારનું છે – મનથી અબ્રહ્મ નહીં કરું, નહીં કરાવું, કરનારા બીજાની અનુમોદના નહી કરું. એમ વચનથી અને કાયાથી. દિવ્ય બ્રહ્મમાં નવ ભેદ છે. એમ ઔદારિકમાં પણ. એમ અઢાર થયા. કહ્યું છે – “દિવ્ય કામરતિસુખથી ત્રિવિધ ત્રિવિધ અટકવું એમ નવ, તેમ ઔદારિકથી પણ, તે અઢાર વિકલ્પવાળુ બ્રહ્મચર્ય છે. (૧૭૭)” (પ્રશમરતિ) (સટીક યોગશાસ્ત્રના આ. શ્રીહેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
કરેલ, કરાવેલ અને અનુમતિ વડે એ અને “મન-વચન-કાયાથી' એ મધ્યમાં કરાયેલ હોવાથી આગળ-પાછળના મહાવ્રતોમાં પણ જોડવા. (૧/૨૩)
કર્મોને તપાવે તે તપ. શ્રીઆવશ્યનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે, ‘આઠ પ્રકારના કર્મને તપાવે તે તપ.” તપ બે પ્રકારનો છે. તે આ પ્રમાણે – બાહ્ય અને અત્યંતર. તે દરેકના છ પ્રકાર છે.
શ્રમણપાકિસૂત્રમાં કહ્યું છે, “છ પ્રકારનું અત્યંતર અને છ પ્રકારનું બાહ્ય તપકર્મ છે.”
શ્રીપ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં બાહ્ય-અત્યંતર ભેટવાળા તપનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે –
ગાથાર્થ - અણસણ, ઊનોદરિ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા - આ બાહ્યતા છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ-એ અત્યંતરતા છે. આ બાર પ્રકારનો તપાચાર, સારી રીતે ન કરે, તો બાર પ્રકારના અતિચાર છે. (૨૭૦, ૨૭૧)
ટીકાર્ય - બાહ્યતા -
૧. અનશનઃ- ખાવું તે અશન અને ન ખાવું તે અનશન, જેમાં આહાર નથી તે અનશન આહારત્યાગરૂપ કહેવાય છે. તે અનશન ઇત્વરકથિક અને યાવસ્કથિક એમ બે પ્રકારે છે.
ઈવર એટલે થોડા કાળનું. તે વીરશાસનમાં નવકારશીથી લઈ છ મહિના સુધીનું છે. ઋષભદેવના તીર્થમાં એક વર્ષ સુધીનું અને મધ્યના તીર્થંકરના તીર્થમાં આઠ મહિના સુધીનું અનશન છે.
યાવસ્કથિક અનશન જીંદગી પર્યતનું હોય છે. તે ક્રિયા, ભેદ, ઉપાધિના ભેદથી ત્રણ