________________
શીલધર્મ
૬ થી ૯ એ ચાર ગાથામાં બતાવ્યા પ્રમાણે છે. (૫)
અઢાર હજાર શીલાંગોની ઘટના :
આહા૨સંજ્ઞા રહિત, શ્રોતેંદ્રિયના સંવરવાળો (શ્રોતેંદ્રિયની રાગાદિ દોષોવાળી પ્રવૃત્તિને રોકનાર), ક્ષમાયુક્ત, મનથી, પૃથ્વીકાયની હિંસા ન કરે. આ પ્રમાણે શ્રમણધર્મનો પહેલો એક ભાંગો થયો. (૬)
૧૬૭
આ જ પ્રમાણે માર્દવ, આર્જવ વગેરેના સંયોગથી પૃથ્વીકાયને=પૃથ્વીકાયના સમારંભને આશ્રયીને દશ ભેદો થાય. એ રીતે અપ્લાય આદિને આશ્રયીને કુલ સો ભેદો થાય. (૭)
આ સો ભેદો શ્રોતેંદ્રિયના યોગથી થયા. બાકીની ચક્ષુ વગેરે ચાર ઇંદ્રિયોના યોગથી પણ પ્રત્યેકના આ રીતે સો ભેદો થાય. આથી કુલ પાંચસો ભેદો થયા. આ પાંચસો ભેદો આહા૨સંજ્ઞાના યોગથી થયા. બાકીની ત્રણ સંજ્ઞાના યોગથી પણ પ્રત્યેકના આ રીતે પાંચસો ભેદો થાય. આથી કુલ બે હજાર ભેદો થયા. (૮)
આ બે હજાર ભેદો મનથી થયા. વચન અને કાયાથી પણ પ્રત્યેકના બે હજાર ભેદો થાય. આથી કુલ છ હજાર ભેદો થયા. આ છ હજા૨ ભેદો ન કરવાથી થયા. ન કરાવવાથી અને ન અનુમોદવાથી પણ પ્રત્યેકના છ હજાર ભેદો થાય. આથી કુલ અઢાર હજા૨ ભેદો થયા. (૯)
(સટીક પંચાશક પ્રકરણના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) બીજે પણ કહ્યું છે - ‘જે ક્ષમાશીલ, શ્રોત્રેન્દ્રિયના નિગ્રહવાળા, આહા૨સંજ્ઞાના જયવાળા મુનિ મનથી પૃથ્વીકાયની હિંસા કરતા નથી તેમને હું વંદન કરું છું.
ગુણાકારો આ પ્રમાણે છે - ૧૦×૧૦=૧૦૦, ૧૦૦x૫=૫૦૦, ૫૦૦x૪=૨૦૦૦,
૨૦૦૦x૩=૬,૦૦૦, ૬૦૦૦x૩=૧૮,૦૦૦.
આ રીતે ૧૮,૦૦૦ શીલાંગોની ગાથા આ પ્રમાણે સમજવી -
જે મનથી કરાવતા નથી, જે મનથી અનુમોદના કરતા નથી, તથા વચનથી, કાયાથી. તથા ભયસંજ્ઞાના જયવાળા વગેરે. તથા ચક્ષુરિન્દ્રિયના નિગ્રહવાળા વગેરે. તથા અપ્લાયની હિંસા કરતા નથી...વનસ્પતિકાયની હિંસા કરતા નથી, બેઇન્દ્રિયની હિંસા કરતા નથી...પંચેન્દ્રિયની હિંસા કરતા નથી, અજીવકાયનો આરંભ (અજયણા) કરતા નથી, તથા મૃદુતાવાળા, આર્જવવાળા, મુક્તિવાળા, તપવાળા, સંયમવાળા, સત્યવાળા, શૌચવાળા, અકિંચન (મમત્વરહિત), બ્રહ્મચચર્યવાળા.’
મૈથુનથી અટકવારૂપ બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે.
યોગશાસ્ત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે,