________________
૧૬૬
શીલધર્મ એવા સાધુ પણ અવશ્ય ગુરુને પોતાનું સમર્પણ કરે છે તે કારણથી ધર્મનું પહેલું પગથીયું આ દાન છે. (૧૩૯).
આ દાનથી જ શેષ ગુણોની સિદ્ધિ થાય છે. માટે કરુણાથી યુક્ત ભવ્ય જીવોએ શક્તિને અનુરૂપ દાન કરવું. (૧૪૦)
શીલ એટલે ચારિત્ર. તે ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ સદાચારશીલ, ૨ અઢાર હજાર શીલાંગોરૂપ શીલ અને ૩ બ્રહ્મચર્યરૂપ શીલ. કહ્યું છે – “અનિંદનીય એવી શુદ્ધ સામાચારી, અઢાર હજાર ભેદોવાળુ અને બ્રહ્મચર્ય નામનું મહાવ્રત – એમ ત્રણ પ્રકારનું શીલ કેવળીઓ કહે છે.”
તેમાં નિંદનીય આચારના ત્યાગપૂર્વક સારા આચારને આચરવારૂપ સદાચારશીલ છે.
શ્રીહરિભદ્રસૂરિ મહારાજે રચેલ ચૌદમા પંચાશકમાં અને શ્રીઅભયદેવસૂરિ મહારાજે રચેલ તેની ટીકામાં અઢાર હજાર શીલાંગરૂપ શીલનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે –
યોગ, કરણ, સંજ્ઞા, ઇન્દ્રિય, પૃથ્વીકાય વગેરે અને શ્રમણધર્મ એ બધાના સંયોગથી અઢાર હજાર શીલાંગો થાય છે. (૩)
યોગ વગેરેનું સ્વરૂપ :
યોગ :- કરવું, કરાવવું અને અનુમોદવું. કરણ -મન, વચન અને કાયા. સંજ્ઞાઆહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ ચાર સંજ્ઞાઓ અનુક્રમે વેદનીય, ભય, (વેદરૂપ) મોહ અને લોભ કષાયના ઉદયથી થતા અધ્યવસાય વિશેષરૂપ છે. ઇંદ્રિય :- શ્રોત્ર, ચક્ષુ, નાસિકા, રસના અને સ્પર્શ. (૪)
પૃથ્વીકાયાદિ :- પૃથ્વી, અપુ, તેલ, વાયુ, વનસ્પતિ, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેદ્રિય એ નવ જીવકાય અને દશમો સર્વજ્ઞોએ જેને ત્યાજય કહ્યો છે તે અજીવકાય. ત્યાજય અજીવકાય આ પ્રમાણે છે :- મહામૂલ્યવાળાં વસ્ત્ર-પાત્ર અને સુવર્ણ-ચાંદી વગેરે, પુસ્તકો, પ્રતિલેખના ન થઈ શકે તેવાં લૂલી વગેરે વસ્ત્રો, બરોબર પ્રતિલેખના ન થઈ શકે તેવાં પ્રાચારક વગેરે વસ્ત્રો, કોદરા વગેરેનું તૃણ, બકરી વગેરેનું ચામડું. આ ત્યાજય અજીવ આગમમાં (પુસ્તકપંચક, દુષ્યપંચક, તૃણપંચક, ચર્મપંચક તરીકે) પ્રસિદ્ધ છે. શ્રમણધર્મ :ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ (સંતોષ), તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય, બ્રહ્મચર્ય.
યોગ આદિની મૂળસંખ્યાને પાટી આદિમાં ઉપર નીચે સ્થાપતાં (૩*૩=૪૪પ૪૧૦x૧૦=૧૮૦૦૦) અઢાર હજાર શીલાંગો થાય છે. તેની ઘટના નીચેની