________________
દાનધર્મ
૧૬૫
અભયદાન વડે જીવોને આલોકમાં અને પરલોકમાં ક્યારેય પણ ભય થતો નથી. તે અભયને ક૨ના૨ જે સર્વવિરતિધર છે તે અભયદાનનો દાતા છે. (૧૩૦)
એ પ્રમાણે અભયદાનનો દેશથી પણ દાતા ત્રસજીવોના વિષયમાં આવો (શ્રુતજ્ઞાનવાળો અને શ્રાવકકુળની મર્યાદાના આશ્રયવાળો) છે. અન્યથા એનું દાન આપેલું ફરી આંચકી લેવા બરાબર છે. (૧૩૧)
જ્ઞાનદાન અને અભયદાનનો દાતા ક્ષમાપ્રધાન વિરતિથી આપે છે. ક્ષમાપ્રધાનવિરિત વિનાનો બીજો દાતા દરિદ્રના પ્રતિષેધવચન જેવો છે. (એટલે કે જેમ સભામાં દરિદ્રના પ્રતિષેધ કરનારા વચનનો આદર થતો નથી તેમ બીજા દાતાનો અનાદર થાય છે. અથવા જેમ યાચક માટે દરિદ્રનું પ્રતિષેધવચન નકારાત્મક હોય છે તેમ બીજો દાતા નકારાત્મક છે એટલે કે નથી.) (૧૩૨)
આ રીતે અહીં દાનના અધિકારમાં અભયદાન જ બધા દાનોમાં શ્રેષ્ઠ છે. એથી જ અભયદાનનો પણ દાતા અવશ્ય ભાવથી ઐશ્વર્યવાળો જ હોય છે. (૧૩૩)
એ રીતે ઉપકારમાં પ્રવૃત્ત થયેલ હોવાથી ધર્મોપગ્રહકર દાન અશન વગેરેના વિષયવાળું છે. જેમ ભોજનસમયે રોગી માટે પથ્યભોજન ઉત્તમ છે તેમ તે ધર્મોપગ્રહકરદાન ઉત્તમ જાણવું. (૧૩૪)
અને ઉચિત કાળે, બીજાનો ઉપઘાત ન થાય તે રીતે, ભગવાને કહેલ વિધિપૂર્વક, શ્રદ્ધા અને સત્કાર સાથે, ક્રમથી - આ રીતે અપાયેલું ધર્મોપગ્રહકર દાન અતિશય પરિશુદ્ધ થાય છે. (૧૩૫)
પિતા વગે૨ે વડિલોએ જેની ઉપર કુટુંબના ભરણ-પોષણનો ભાર નાંખ્યો હોય, જેણે ન્યાયથી ધન કમાયેલું હોય, જેના પરિવારજનો દુઃખી ન હોય, બધે સમાન રીતે જે દયાળુ હોય તે આ ધર્મોપગ્રહકરદાનનો દાતા છે. (૧૩૬)
કરુણાપ્રધાન જીવનું અનુકંપાના વિષયરૂપ જીવોને વિષે અનુકંપાદાન પણ ધર્મબીજના આધાનનું કારણ થાય છે. (૧૩૭)
જે કારણથી અનુકંપાદાન ધર્મબીજના આધાનનું કારણ છે તે કારણથી અનુકંપાદાન પણ પ્રશંસાપાત્ર છે. (ચોવીશમા) તીર્થંકર ભગવાને ગૃહસ્થાવસ્થામાં વરસીદાનરૂપે પોતે અનુકંપાદાન કર્યું હતું અને ચારિત્ર લીધા પછી ગૃહસ્થ એવા પણ બ્રાહ્મણને દેવદૃષ્ય આપીને અનુકંપાદાન કર્યું હતું. (૧૩૮)
જે કારણથી વિરતિરૂપ શીલ દાનની પછી છે અને જે કારણથી દ્રવ્યદાનથી અટકેલા