SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ દાનધર્મ ૧૬૪ દિવસ રમો. (૧૦/૧) તેમાં બીજા ઉપર કૃપા કરવા માટે પોતાના ધન વગેરે આપવા તે દાન. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે – “અનુગ્રહ માટે પોતાનું આપવું તે દાન. (૭/૩૩) દાન ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ જ્ઞાનદાન, ૨ અભયદાન અને ૩ ધર્મોપગ્રહકરદાન. શ્રીવિંશતિવિશિકા અંતર્ગત દાનવિશિકામાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે આમનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે - દાન ત્રણ પ્રકારનું છે - જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહકર દાન. અહીં દાનના પ્રસ્તાવમાં સદ્ધર્મમાં યોગ્ય જીવો માટે વિધિપૂર્વકનું પહેલું જ્ઞાનદાન પ્રશંસા કરાયું છે. (૧૨૧) જેણે ગુરુકુલવાસને સેવ્યો હોય, જે વિશુદ્ધ વીનવાળો હોય, જે ગુરુ વડે રજા અપાયેલ હોય, જે બધે નિશ્ચિત બુદ્ધિવાળો હોય તે જ્ઞાનનો દાતા જાણવો. (૧૨૨) આ જ્ઞાનદાનને ગ્રહણ કરનાર પણ સાંભળવાની ઇચ્છાથી યુક્ત જીવ જાણવો. પાણીનો પ્રવાહ ન હોય તો માત્ર ખોદવાથી કુવામાં પાણી આવતું નથી. (૧૨૩) આચાર્યએ મીઠી વાણીથી સામાયિકધર્મના પરિણામ પેદા કરનાર ઉપદેશ વિનીતને ઉત્સર્ગથી પણ ગ્રહણ કરનારના બાળ, મધ્યમ, પંડિત એવા વિભાગ પ્રમાણે આપવો. (૧૨૪) અવિનીતને આદેશ કરનાર ખેદ પામે છે અને ખોટું બોલે છે. ઘંટ માટેનું લોઢું જાણીને કોણ ચટાઈ કરવામાં પ્રવર્તે. (૧૨૫) બધા જીવોને મન-વચન-કાયાના યોગોથી કરણ-કરાવણ-અનુમોદન રૂપ સર્વ રીતે અભય આપવું તે શ્રેષ્ઠ અભયદાન જાણવું. (૧૨) જે કારણથી આ અભયદાન ઉત્તમ છે તે કારણથી અનુત્તમ (અવિરત) જીવ આ અભયદાન આપી શકતો નથી અને એના પરિણામને સાચવી શકતો નથી. સમભાવ ન હોય તો આપેલું અભયદાન પણ નાશ પામે છે. (૧૨૭). અહીં અભયદાનના અધિકારમાં શ્રુતજ્ઞાનના ઉપયોગવાળો અને ગુરુકુળની મર્યાદાનો આશ્રય કરનાર ઉત્તમ જાણવો, બીજી રીતે નહીં. (૧૨૮) અભયદાન આપીને જે મૂઢ ફરી હિસા-પરિગ્રહ વગેરેના આરંભમાં પ્રવર્તે છે તે ભાવથી દરિદ્ર એવો અવશ્ય દાનધર્મોથી દૂર છે. (૧૨૯).
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy