________________
ચાર પ્રકારનો ધર્મ
૧૬૩ “આ બધા તો નિંદકો છે,...તો મુશ્કેલી ઊભી થાય. એને ભાવ ન જાગે. આમ બંને પ્રકારનાં ભાવોનો સંભવ હોવાથી આ ભજના થાય છે.)
અથવા તો ક્યારેક એવું બને કે જીવ ગાઢતરમિથ્યાત્વ પામે, કેમકે જો શ્રોતા જડબુદ્ધિવાળા હોય તો વક્તાએ એને પરશાસ્ત્રમાં જે દોષો દર્શાવ્યા હોય, એ સમજી ન શકે. એટલે એને તો એમ જ લાગે કે “પરદર્શનમાં કોઈ દોષ છે જ નહિ. આ લોકો ખોટી નિંદા કરે છે. આમનું મોટું જ ન જોવું.” આમ આવા પ્રકારનાં અભિનિવેશને કારણે એ વધુ ગાઢમિથ્યાત્વ પામે. (૨૦૫)
ધર્મકથા કહી દીધી. હવે મિશ્રકથા કહે છે.
ગાથાર્થ જે સૂત્રોમાં, કાવ્યોમાં, લોકમાં, વેદમાં, સમયમાં ધર્મ, અર્થ અને કામનો ઉપદેશ અપાય તે મિશ્રિત કથા જાણવી. (૨૦૬).
ટીકાર્થ : ધર્મ પ્રવૃત્તિ, નિવૃત્તિ વગેરરૂપ છે. અર્થ એટલે વિદ્યા વગેરે. કામ એટલે ઇચ્છકામ, મદનકામાદિ. સૂત્રોમાં કે કાવ્યોમાં = કાવ્યનાં લક્ષણવાળા પદોમાં આ બધું ઉપદેશાય તે મિશ્રિતકથા કહેવાય.
પ્રશ્નઃ ક્યા ગ્રન્થોમાં સૂત્ર કે કાવ્યાદિમાં આ ત્રણ વસ્તુ ખરૂપાય છે?
ઉત્તર : રામાયણાદિ લૌકિકગ્રન્થોમાં, યજ્ઞક્રિયાદિનિરૂપક વેદોમાં અને તરંગવતી વગેરે સ્વગ્રથોમાં સૂત્ર કે કાવ્યોમાં આ બધું વર્ણન કરાય છે. (આ બધા ગ્રન્થોમાં કોઈક સૂત્રરચના છે, કોઈક કાવ્યરચના છે...)
આને મિશ્રકથા કહેવાય છે, કેમકે એમાં સંકીર્ણ = ભેગાં પુરુષાર્થોનું કથન કરેલું છે. મિશ્રકથા કહેવાઈ ગઈ, તેના કથન દ્વારા ચાર પ્રકારની કથા કહેવાઈ ગઈ. (૨૦૬)' (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
દુર્ગતિમાં પડનારા પ્રાણીઓના સમૂહને ધારણ કરવામાં સમર્થ હોય તે ધર્મ. શ્રીઆવશ્યકસૂત્રની નિર્યુક્તિની વૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે, “જે કારણથી દુર્ગતિમાં સરકેલા જીવોને ધારણ કરે છે (બચાવે છે) અને એમને શુભ સ્થાનમાં ધારણ કરે છે તે કારણથી ધર્મ એ પ્રમાણે કહેવાય છે.'
તે ધર્મ ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે – ૧ દાનધર્મ, ૨ શીલધર્મ, ૩ તપધર્મ અને ૪ ભાવધર્મ. શ્રી શાંતસુધારસમાં કહ્યું છે, “જિનેશ્વર ભગવાન રૂપી ભાઈએ જગતના હિત માટે દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો જે ધર્મ કહ્યો છે તે મારા મનમાં રાત