________________
૧૬૨
ચાર પ્રકારની કથા જ્યાં એવું કહેવામાં આવે કે, “થોડું પણ પ્રમાદથી કરેલું વેદનીયાદિ કર્મ ઘણાં તીવ્ર ફળવાળું થાય છે. જેમકે યશોધર વગેરેને થયું...” તે નિર્વેદની કથાનો રસ - સાર-ઝરણું જાણવું.
(યશોધરે માતાનાં આગ્રહથી માત્ર લોટનાં બનેલા કુકડાદિ માર્યા, તો પણ એના પરિણામે એને અનેક ભવોમાં ભયંકર દુઃખો ભોગવવા પડ્યા.) (૨૦૨)
હવે સંવેગનું કારણ શું? અને નિર્વેદનું કારણ શું? એ પદાર્થ સંક્ષેપથી કહે છે – મોક્ષ, દેવલોક, સુકુલમાં ઉત્પત્તિ આ સંવેગ છે, એટલે કે આ પદાર્થોની પ્રરૂપણા સંવેગ છે.
(પ્રશ્નઃ આ બધું તો સંવેગનું કારણ છે ને? સંવેગ શી રીતે કહેવાય?) ઉત્તરઃ એ સંવેગનું કારણ હોવાથી જ કારણમાં કાર્યોપચાર કરીને એને સંવેગ કહ્યું છે.
એ રીતે નારક, તિર્યંચયોનિ, કુમાનુષતા આ બધું નિર્વેદ છે. (આ બધાની પ્રરૂપણા નિર્વેદનું કારણ છે...) (૨૦૩)
આ ચાર પ્રકારની કથાઓમાંથી જેને જે કથા કરવાની છે, તે કહે છે -
જે વિનયપૂર્વક પ્રવૃત્તિ કરે તે વૈનાયિક, અર્થાતુ શિષ્ય. એને સૌથી પહેલીવાર કથા કરવાની હોય તો આપણીકથા કહેવી. એનાથી એને પોતાના સિદ્ધાન્તનાં પદાર્થો ગ્રહણ થઈ જાય એટલે પૂર્વે કહેલા લક્ષણવાળી વિક્ષેપણીકથાને કહેવી. (૨૦૪)
પ્રશ્નઃ આવું શા માટે? ઉત્તરઃ આપણીકથાથી આકર્ષાયેલા જે જીવો હોય, તે સમ્યકત્વને પામે. (પ્રશ્નઃ એ શી રીતે ?)
ઉત્તરઃ આક્ષેપણી કથાથી એ જીવો આવર્જિત થાય એટલે એમને શુભભાવ પ્રગટે જ, અને એ શુભભાવ મિથ્યાત્વમોહનીયનાં ક્ષયોપશમનું કારણ છે. એટલે એ જીવો સમ્યકત્વ પામે.
જ્યારે વિક્ષેપણીથામાં તો ભજના છે. કદાચ એ જીવો સમ્યકત્વ પામે, કદાચ ન પામે...
પ્રશ્ન : આવું બનવાનું શું કારણ?
ઉત્તર : વિક્ષેપણીકથાનાં શ્રવણ દ્વારા તેવા પ્રકારનાં પરિણામ થતાં હોવાથી આ ભજના છે. (આશય એ કે જો સીધું પડી જાય, તો તો એ સમ્યક્ત્વ પામે. પણ જો એને એમ લાગે કે