________________
૧૬o
ચાર પ્રકારની કથા કહે છે કે વીર્યવૈક્રિયઋદ્ધિ - તપનાં સામર્થ્યથી ઉત્પન્ન થયેલી આકાશગમન, જંઘાચારણાદિરૂપી વીર્યશક્તિ અને વૈક્રિય શરીરને બનાવવારૂપી વૈક્રિયશક્તિ.
જ્ઞાન, દર્શન, ચારિત્રની ઋદ્ધિ.
એમાં જ્ઞાનત્રદ્ધિઃ “હે ભગવાન્ ! ચૌદપૂર્વી એક ઘડામાંથી એક હજાર ઘડા અને એક વસમાંથી એક હજાર વસ્ત્ર બનાવવા માટે સમર્થ છે? હા !બનાવવા માટે સમર્થ છે.”
તથા “અજ્ઞાની ઘણાં કરોડ વર્ષે જે કર્મ ખપાવે, ત્રિગુપ્તિથી ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસમાત્રમાં તે કર્મને ખપાવી દે.” આ બધી જ્ઞાનની ઋદ્ધિ છે.
ચારિત્રદ્ધિ ચારિત્રને માટે કંઈપણ અસાધ્ય નથી. ચારિત્રવાળાઓને તો દેવો પણ પૂજે છે.
દર્શન–દ્ધિ પ્રશમાદિ એ દર્શનઋદ્ધિ છે.
તથા સમ્યગ્દષ્ટિજીવ વૈમાનિકદેવલોક સિવાયનું આયુષ્ય બાંધતો નથી. જો એ સમ્યકત્વભ્રષ્ટ ન થયો હોય તો અથવા તો જો એ પૂર્વે આયુષ્ય બાંધી ચૂક્યો ન હોય તો. (સમ્યકત્વીજીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય, તો તો વૈમાનિક આયુષ્ય ન પણ બાંધે. એમ સમ્યકત્વીજીવ સમ્યકત્વ પામ્યા પૂર્વે આયુષ્ય બાંધી ચૂક્યો હોય તો પછી એ સમ્યકત્વ પામ્યા બાદ પણ વૈમાનિકદેવાયુષ્ય ન બાંધે.).
આ પણ દર્શનની ઋદ્ધિ છે. જે પ્રસંગમાં આ બધું કહેવાય, એ સંવેજનીકથાનો રસ છે. (૨૦) સંવેજની કહેવાઈ ગઈ.
નિર્વેદની કથા કહે છે. જે કથામાં ચોરી વગેરેથી કરાયેલા પાપકર્મોનો આ લોકમાં અને પરલોકમાં અશુભ વિપાક દર્શાવાય, તે નિર્વેદની કથા છે.
અશુભવિપાક એટલે દારુણપરિણામ. આનાથી ચતુર્ભગી કહી. જે કથાથી શ્રોતા સંસારથી વૈરાગ્ય પામે એ નિર્વેદની કથા કહેવાય. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે - હવે નિર્વેદની કથા કહે છે. તે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-ઈહલોકમાં ખરાબ કામોથી