________________
ચાર પ્રકારની કથા
૧૫૯
અભિમુખ થાય કે ‘‘જૈનો કેવા ઉદાર છે ! પોતાના દર્શનની વાત કરવાને બદલે આપણાં દર્શનની વાતો કરે છે...'’ આ રીતે શ્રોતા આકર્ષણ પામે તો પછી વક્તા જૈનદર્શનનાં પદાર્થો દર્શાવ્યા વિના એકલા ઈતરદર્શનને જ દેખાડે પણ એમાં એ દોષો દેખાડવાપૂર્વક જ ઈતરદર્શનને પ્રરૂપે. (૧૯૮)
વિક્ષેપણીકથા કહેવાઈ ગઈ.
હવે સંવેજનીકથા કહે છે.
(૧) આત્મશરીરસંબંધી (૨) ૫૨શરીરસંબંધી (૩) ઇહલોકસંબંધી (૪) પરલોકસંબધી. આ પ્રકારે સંવેજનીકથા ચાર પ્રકારે છે. જે કથાથી શ્રોતા સંવેગ પામે એ કથા સંવેજનીકથા. આ અધિકૃતગાથાનો અક્ષરાર્થ કહ્યો.
ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે
-
સંવેજનીકથા ચાર પ્રકારની છે. (૧) આત્મશરીર સંવેજની (૨) પરશરીર સંવેજની (૩) ઈહલોક સંવેજની (૪) પરલોક સંવેજની. તેમાં આત્મશરી૨ સંવેજની આ પ્રમાણે કે, ‘‘જે આ આપણું શરીર છે એ વીર્ય લોહી, માંસ, ચરબી, મેદ, મજ્જા, હાડકાં, સ્નાયુ, ચામડી, વાળ, રૂંવાટી, નખ, દાંત, આંતરડા વગેરેનાં સમૂહથી બનેલું હોવાથી અને મૂત્ર-સ્થંડિલનું ભાજન હોવાથી અશુચિ છે.’” આ પ્રમાણે કથાને કરતો સાધુ શ્રોતાઓને સંવેગ ઉત્પન્ન કરાવે છે. આ આત્મશરીર સંવેજની છે. એ જ પ્રમાણે પરશ૨ી૨ સંવેજની પણ સમજવી. પરશરીર પણ આવા પ્રકારનું જ અપવિત્ર છે. અથવા તો એમ અર્થ કરવો કે પ૨ના શરીરનું વર્ણન કરતો સાધુ શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરાવે. પરશરીર સંવેજની પૂર્ણ થઈ.
હવે ઇહલોકસંવેજની કહે છે. “આ આખું મનુષ્યપણું અસાર, અશાશ્વત, કેળનાં થાંભલા જેવું છે.’’ આ પ્રમાણે કથા કહેતો ધર્મકથી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરાવે. આ ઈહલોકસંવેજની પૂર્ણ થઈ. (કેળનો થાંભલો મોટો હોય, પણ એમાં સાર કંઈ ન હોય. એક ઝાટકે એ કપાઈ જાય એવો તુચ્છ હોય છે. એમ મનુષ્યભવ પણ ક્યારે કપાઈ જાય એ નિશ્ચિત નથી...)
હવે પરલોકસંવેજની કહે છે - “દેવો પણ ઇર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, લોભ વગેરે દુઃખોથી પરાભવ પામેલા છે = પરેશાન થયેલા છે, તો પછી તિર્યંચો-નારકોની તો શી વાત કરવી ?’’ આવા પ્રકારની કથા કહેતો ધર્મકથી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરી આપે છે. આ પરલોકસંવેજની પૂર્ણ થઈ. (૧૯૯)
હવે શુભકર્મનાં ઉદયનું અને અશુભકર્મનાં ક્ષયનું ફલ કહેવા દ્વારા સંવેજનીકથાનાં રસને