________________
૧૫૮
દૃઢ બનશે.
ચાર પ્રકારની કથા
(ન્દ્રિયપ્રાયસ્ય વિશેષણ લખવાનું કારણ એ જ છે કે વક્તાએ ઈતરદર્શનનાં પદાર્થોમાં જે જે દોષો દર્શાવ્યા, એ તો સાચા જ હતાં. એમાં કંઈ જ ખોટું ન હતું. એટલે શ્રોતા જો વિચક્ષણ હોય તો એ કદાચ રામાયણાદિને માનનારો હોય તો પણ મધ્યસ્થ બનીને વિચારશે કે ‘‘રામાયણાદિમાં આ વક્તાએ દર્શાવેલા દોષો છે તો ખરા જ, એટલે એની પ્રામાણિકતા ન ગણાય...'' આમ શ્રોતા જો બરાબર હોય તો એ ધર્મ પામે, પણ રામાયણાદિમાં જડરાગવાળો હોય તો એ એમ નહિ જ વિચારે કે ‘‘આ જે દોષો બતાવેલા છે, તે ખરેખર સાચા છે કે નહિ ?” એ તો એટલું જ વિચારે કે ‘‘વક્તાએ મારા રામાયણને ખોટું કહ્યું જ કેમ ? એણે એમાં દોષો બતાવ્યા જ શા માટે ?) (૧૯૭)
(પ્રશ્ન : આમ વિક્ષેપણીકથામાં તો નુકસાન છે, તો પછી એનું કથન ન કરવું સારું
ને ?)
ઉત્તર ઃ ઉ૫૨ દર્શાવ્યા પ્રમાણે તો આ વિક્ષેપણીકથા ન કરવી એમ નક્કી થયું, પણ જો વિધિપૂર્વક વિક્ષેપણીકથા ક૨ાય તો વાંધો ન આવે. શાસ્ત્રકાર હવે વિક્ષેપણીકથા કરવાની વિધિ જ બતાવી રહ્યા છે.
સ્વસિદ્ધાન્તવડે પૂર્વે જે કથા કહેવાયેલી હોય, તે કથાને પરસમયમાં ફેંકે, પણ એ કામ પરસમયમાં કલંક દોષ દેખાડવાપૂર્વક કરે.
દા.ત. અમારા જૈનદર્શનમાં અહિંસા, સત્યાદિરૂપ ધર્મ છે. સાંખ્યો પણ આ જ પ્રમાણે ધર્મ માને છે, કેમકે એમનું વચન છે કે હિંસા નામનો ધર્મ થયો નથી કે થશે નહિ. (આમાં જૈન અને સાંખ્ય એ બંને ધર્મો એક સરખા પ્રરૂપાયા, એટલે ‘‘સાંખ્યો જૈનથી વધુ સારા.’ એ બુદ્ધિ તો આના દ્વારા અટકી જ જવાની હવે જૈનો સાંખ્યો કરતાં વધુ સારા.” એ બુદ્ધિ ઉત્પન્ન કરાવવા માટે આગળની વાત કરે છે કે) પરંતુ આ અહિંસાદિ ધર્મ અપરિણામી, એકાન્તનિત્ય કે એકાન્તઅનિત્ય આત્મામાં ઘટતો નથી. એનું કારણ એ છે કે એકાન્તનિત્ય અને એકાંતઅનિત્ય આત્માની હિંસા જ થઈ ન શકે. હવે જો હિંસા જ ન થતી હોય તો પછી હિંસાનો ત્યાગ કરવારૂપ અહિંસા શી રીતે સંભવે ? (પૂર્વે એના ધર્મને સારો કહ્યો છે, એટલે વક્તા પ્રત્યે દ્વેષ નહિ જાગે, અને આ દોષો દેખાવાથી એ શ્રોતા સાંખ્યને જૈન કરતાં નીચો ધર્મ માનતો થઈ જ જવાનો...)
અથવા તો બીજી રીતે પણ આ વિક્ષેપણીકથા કહી શકાય છે. પરશાસનવ્યાક્ષેપાત્ અહીં પંચમીવિભક્તિનો અર્થ તૃતીયામાં લેવો. આ રીતે વિભક્તિઓમાં ફેરફાર થઈ શકે છે. આશય એ છે વક્તા પરશાસનનું = ઈતરદર્શનનું નિરૂપણ કરે, એનાથી શ્રોતા સન્માર્ગ તરફ