________________
ચાર પ્રકારની કથા
૧૫૭ એકાન્ત અમાન્ય છે.” એટલે કોઈપણ ઈતરદર્શનનું વાક્ય એ કોઈક અપેક્ષાએ તો જૈનદર્શનનું વાક્ય છે જ. પણ અત્યંત પ્રસિદ્ધ તો એ જ છે કે. “યાજ્ઞિકહિંસા જૈનોને માન્ય નથી.” એટલે એ દૃષ્ટિએ તો યાજ્ઞિકહિંસાનું પ્રતિપાદન કરનાર વાક્ય પ્રસિદ્ધનીતિ પ્રમાણે તો જૈનદર્શનવર્જિત કહેવાય...)
તથા જે કથા લોક અને વેદથી સંયુક્ત હોય. અહીં લોકશબ્દના ગ્રહણથી રામાયણ વગેરે લેવા. વેદો તો ઋગ્વદાદિ છે જ.
આમાં કહેવાયેલી કથા.
તથા સાંખ્ય, શાક્ય વગેરે સિદ્ધાન્તોની જે કથા તે સામાન્યથી કે દોષદર્શન દ્વારા કરાય તે વિક્ષેપણી કથા.
(ભાવાર્થ જે કથા સ્વસમયવર્જિત હોય, લોક અને વેદમાં કહેવાયેલી હોય, સાંખ્યાદિ સિદ્ધાન્તોમાં કહેવાયેલી હોય તે કથાઓને સાધુ શ્રોતા આગળ બે રીતે કહે, કાં તો સીધે સીધી એ કથા-વાત કહી દે કે “વેદમાં આમ કહ્યું છે કે...” “રામાયણમાં આમ કહ્યું છે કે...” અથવા તો પછી એમાં દોષો દેખાડે કે ““આ પ્રમાણે જે કહ્યું છે, તે માનવામાં કેવા કેવા દોષો આવે છે.” આમ સામાન્યથી કે દોષ દેખાડવા દ્વારા આ લોક, વેદ કે સાંખ્યશાસ્ત્રાદિનાં પદાર્થો કહેવા એ વિક્ષેપણીકથા છે.)
જે કથા દ્વારા શ્રોતા સન્માર્ગમાંથી કુમાર્ગમાં વિક્ષેપ પામે કે કુમાર્ગમાંથી સન્માર્ગમાં વિક્ષેપ પામે તે કથા વિક્ષેપણી કહેવાય.
(પ્રશ્ન પણ ઉપર પ્રમાણે કથાઓ = પદાર્થનિરૂપણ કરવામાં આવો વિક્ષેપ શી રીતે સંભવે ?)
ઉત્તર : જો સામાન્યથી જ રામાયણાદિનાં પદાર્થો કહેવામાં આવે, એમાં દોષ દેખાડવામાં ન આવે તો શ્રોતા તો એમ સમજે કે “આ પણ તત્ત્વ છે, સાચું છે...” આમ એને રામાયણાદિ સાચા લાગે. હવે એ જૈનદર્શનરૂપી સન્માર્ગ તરફ અભિમુખ થયેલો, પણ સરળમતિવાળો તે રામાયણાદિ શાસ્ત્રોને સાચા માની એ પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગે. આમ એની કુમાર્ગમાં પ્રવૃત્તિ થાય.
હવે જો રામાયણાદિનાં દોષો દેખાડવાપૂર્વક રામાયણાદિનાં પદાર્થો કહો તો પણ જે શ્રોતા એકેન્દ્રિય જેવો હશે, એટલે કે રામાયણાદિમાં જડ મમત્વવાળો હશે એને એવો જ વિચાર આવશે કે “આ તો બધા ઈર્ષાળુ-ક્રોધી છે.” અને આ ખોટા વિચારનાં કારણે જે કંઈ થોડો ઘણો પણ સન્માર્ગ તરફ વળેલો, તે પણ હવે વક્તા તરફ દ્વેષ થવાથી વધુ કુમાર્ગમાં