________________
૧૫૬
ચાર પ્રકારની કથા હવે આ વિક્ષેપણીકથાને જ બીજા પ્રકારે કહે છે કે જે કથા સ્વસમયથી રહિત હોય એટલે કે જેમાં સ્વસમયમાં દર્શાવેલા પદાર્થો ન હોય...
ગાથામાં જે વસ્તુ શબ્દ છે એ વિશેષ અર્થવાળો છે, એટલે આ પ્રમાણે વિશેષ અર્થ કરવો કે જે કથા અત્યંત પ્રસિદ્ધનીતિથી સ્વસિદ્ધાન્તશૂન્ય હોય તે...બાકી જો આમ ન કરો તો તો વાંધો એ આવે કે સ્વસમય વિધિ અને પ્રતિષેધ દ્વારા વિશ્વવ્યાપક હોવાથી સ્વસમયરહિત કોઈપણ કથા જ નથી. એટલે સમયવ થા જ ન મળે.
(ભાવાર્થ અજૈનશાસ્ત્રોની એવી એક પણ વાત નથી કે જે જૈનશાસ્ત્રોમાં આવેલી ન હોય. ફરક માત્ર એટલો જ પડે કે જૈનશાસ્ત્રમાં જેની હા પાડી હોય, એની જ તેઓએ ના પાડી હોય. જૈનશાસ્ત્રોમાં જેની ના પાડી હોય એની જ તેઓએ હા પાડી હોય. દા.ત.
યજ્ઞાદિમાં પંચેન્દ્રિયવધ ન કરાય.” આ રીતે જૈનશાસ્ત્રમાં યજ્ઞહિંસાનું નિરૂપણ આવે છે, પણ એનો નિષેધ કરવામાં આવેલો છે. હવે અજૈનશાસ્ત્રમાં એમ લખેલું હોય કે “યજ્ઞમાં પશુની હિંસા કરવી.” તો આ વાત જૈનશાસ્ત્રમાં છે તો ખરી જ. પણ આટલું વિશેષ કહેલું હોય કે “આ માન્યતા ખોટી છે.” અજૈનશાસ્ત્ર એ જ વાતને કર્તવ્ય ગણી હોય. આમ ખરેખર તો એ અજૈનની વાત સાવ જ જૈનદર્શનરહિત નથી. એમાં જૈનદર્શનનું વાક્ય આવેલું જ છે.
એમ જૈનશાસ્સે કહ્યું હોય કે “સ્વજનાદિનો ત્યાગ કરી દીક્ષા લેવી એ શૂરવીરતા છે.” તો અજૈનશાસ્ત્ર કહ્યું હોય કે ““સ્વજનાદિનો ત્યાગ કરી દીક્ષા લેવી એ નિષ્ફરતા, કાયરતા છે.” આમાં જૈનશાસ્ત્ર જેની હા કહી, અજૈનશાસ્ત્ર તેની ના કહી. આમ દુનિયાનાં કોઈપણ પદાર્થો લાવો, એ જૈનશાસ્ત્રમાં છે જ, ફરક માત્ર આટલો પડે કે જૈનશાસ્ત્ર ઈતરશાસ્ત્રની માફક હા-ના પાડનાર નથી...પણ હવે સીધી રીતે જોવા જઈએ તો તો કોઈપણ કથા-વાક્ય જૈનસમયવર્જિત તો ન જ કહેવાય. એટલે અહીં ખુલાસો આપ્યો કે જૈનસમયવર્જિત કથા એ અત્યંત પ્રસિદ્ધનીતિની અપેક્ષાએ જાણવી. અર્થાત્ “યજ્ઞમાં હિંસા કરવી એ જૈનો કદિ ન કહે.” એમ જ અત્યંત પ્રસિદ્ધનીતિ છે. એટલે એ દૃષ્ટિએ તો આ કથા સ્વસમયવર્જિતા છે
આ પદાર્થ સૂક્ષ્મદષ્ટિથી વિચારવો.
અથવા તો આનો બીજો અર્થ એ પણ થાય કે જિનશાસન સ્યાદ્વાદરૂપ હોવાથી એણે કોઈપણ વસ્તુનું એકાન્ત વિધાન કે એકાન્ત નિષેધ કરેલ નથી. એણે તમામે તમામ બાબતનું અપેક્ષાએ વિધાન અને અપેક્ષાએ નિષેધ કરેલ છે. આમ જૈનશાસ્ત્ર વિધિ પ્રતિષેધ દ્વારા વિશ્વવ્યાપક છે. એટલે એવું એકાન્ત તો ન જ કહેવાય કે, “યાજ્ઞિકહિંસા જૈનદર્શનને