________________
૧૫૪
હવે આક્ષેપણીનાં રસને જણાવે છે.
વિદ્યા =
ચાર પ્રકારની કથા
અત્યંત અપકારી એવા ભાવઅંધકારભૂત અજ્ઞાનનો નાશ કરનાર જ્ઞાન.
ચરણ = સમગ્રવિરતિરૂપ ચારિત્ર.
તપ = અનશનાદિ.
પુરુષાર્થ = કર્મશત્રુ પ્રત્યે પોતાના વીર્યનો ઉત્કર્ષ,
સમિતિ, ગુપ્તિઓ પૂર્વે કહી જ દીધી છે.
આ બધું જ્યાં ક્યાંય પણ ઉપદેશ કરાય, તે આક્ષેપણી કથાનો ૨સ = નિષ્યન્ત ઃ સાર છે.
ઉપદેશ એટલે શ્રોતાનાં ભાવ પ્રમાણે નજીકથી કથન. (શ્રોતાને જે પદાર્થો વધુ અસર કરે તે એના માટે ઉપદેશ રૂપ બને. એની યોગ્યતા સમ્યક્ત્વનાં પદાર્થોની હોય અને એને વિરતિનાં પદાર્થો કહેવાય તો એ એના ભાવની દૃષ્ટિએ દૂરનું કથન છે એટલે એ ઉપદેશ ન ગણાય. ટૂંકમાં, શ્રોતાનાં ભાવને જે જલ્દી અસર કરે, એ એના ભાવની અપેક્ષાએ નજીકનું કહેવાય. એનું કથન એ ઉપદેશ કહેવાય.) (૧૯૫)
આક્ષેપણી કહેવાઈ ગઈ.
વિક્ષેપણી કહે છે –
(૧) સ્વસિદ્ધાન્તને કહીને પરસિદ્ધાન્તને કહે આ એક ભેદ.
(૨) પરસિદ્ધાન્તને કહીને સ્વસિદ્ધાન્તને કહે આ બીજો ભેદ. પહેલા ભેદથી આ ઊંધો
છે. મિથ્યાવાદ અને સમ્યગ્વાદમાં પણ આ જ પ્રમાણે બે ભેદો પડે. તે આ પ્રમાણે –
(૩) મિથ્યાવાદને કહીને સમ્યવાદને કહે.
(૪) સમ્યવાદને કહીને મિથ્યાવાદને કહે.
જે કથા દ્વારા જીવ સન્માર્ગમાંથી કુમાર્ગમાં ફેરવાય કે કુમાર્ગમાંથી સન્માર્ગમાં ફેરવાય એ વિક્ષેપણીકથા છે.
આ ગાથાનો અક્ષરાર્થ કહ્યો.
ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે. (વૃદ્ધવિવરણ એટલે શ્રીજિનદાસગણિમહત્તરની ચૂર્ણિ)