________________
ચાર પ્રકારની કથા
૧૫૩ ઉત્પન્ન કરનારી તથા નિર્વેદ = નિર્વેદની = વૈરાગ્ય ઉત્પન્ન કરનારી એમ અર્થ લેવો.
આ ગાથાનો અક્ષરાર્થ થયો. (૧૯૩) હવે ભાવાર્થ કહે છે. આક્ષેપણીનાં ચાર પ્રકારો છે. એમાં આચાર એટલે લોચ, અસ્નાન વગેરે.
વ્યવહાર એટલે સાધુને કોઈપણ પ્રકારે કોઈક દોષ લાગી જાય તો એને દૂર કરવા પ્રાયશ્ચિત્ત કરવું તે.
પ્રજ્ઞપ્તિ એટલે સંશય પામેલા શિષ્યાદિને મધુરવચનોથી પદાર્થો કહેવા તે.
દૃષ્ટિવાદ એટલે જે શ્રોતા સમજી શકે એમ હોય, તેને સૂક્ષ્મજીવાદિ ભાવોનું કથન કરવું તે.
કેટલાંકો એમ કહે છે કે આચાર, વ્યવહાર....એમ જે ચાર નામ ગાથામાં લખ્યા છે, એનાથી તે તે નામવાળા શાસ્ત્રો જ લેવા, કેમકે તે તે શાસ્ત્રોમાં તેનું તેનું જ વર્ણન છે. દા.ત. આચારશાસ્ત્રમાં આચારનું, વ્યવહારશાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તનું, પ્રજ્ઞપ્તિમાં ઉપર દર્શાવેલી પ્રજ્ઞપ્તિનું વર્ણન છે.
આ ચાર પ્રકારે આક્ષેપણી કથા છે.
ગાથામાં ઉg શબ્દ વિશેષ અર્થ દર્શાવવા માટે છે. તે વિશેષ અર્થ એ છે કે શ્રોતાની અપેક્ષાએ આચારાદિ ભેદોને આશ્રયીને અનેકપ્રકારની છે. (જઘન્યશ્રોતાની અપેક્ષાએ ૪ ભેદ, મધ્યમશ્રોતાની અપેક્ષાએ ૪ ભેદ...એ રીતે અનેકપ્રકારો સંભવિત છે.)
તુ શબ્દ વિકાર અર્થવાળો છે. એનો ભાવ એ છે કે પ્રજ્ઞાપકવડે કહેવાતી આ કથા જ છે. પણ અન્ય વડે કહેવાતી આ કથા નથી. અર્થાત્ પ્રજ્ઞાપક જો આનો ઉપદેશ આપે તો જ એ કથા બને. (અપ્રજ્ઞાપક કદાચ આ કથા કરે, તો પણ એ અપ્રજ્ઞાપક છે, એનો અર્થ જ એ છે કે એને બરાબર પ્રરૂપણા કરતાં આવડતું નથી. એટલે એની કથાનો ચોક્કસ પ્રકારનો લાભ નહિ થાય...માટે એના થકી કહેવાતી કથા પણ કથાનાં ફળવાળી ન હોવાથી કથા ગણી નથી.)
આક્ષેપણીનો અર્થ આ પ્રમાણે છે કે જે કથા દ્વારા ભવ્યજીવો મોહમાંથી છૂટી તત્ત્વ તરફ = મોક્ષાદિ તરફ આકર્ષાય તે કથા આક્ષેપણી કથા છે. (૧૯૪)