________________
૧૫ર
ચાર પ્રકારની કથા સમ્યગ્વાદમાં બે ભેદ થાય. (૧૯૬)
જે કથા સ્વસમયરહિત હોય, લોકવેદસંયુક્ત હોય, અને જે પરસમયની કથા હોય, તે વિક્ષેપણીકથા. (૧૯૭)
જે પૂર્વે સ્વસમયથી કહેવાયેલી હોય, તેને પરસમયમાં ફેંકે, પરશાસનનાં વ્યાપથી પરનાં સમયને કહે. (૧૯૮)
આત્મશરીર અને પરશરીર સંબંધી, આલોકસંબંધી અને પરલોકસંબંધી આ ચાર પ્રકારની સંવેજની કથા છે. (૧૯)
વીર્ય, વૈક્રિયઋદ્ધિ, જ્ઞાન-દર્શન-ચારિત્રની ઋદ્ધિ જે કથામાં ઉપદેશાય, તે સંવેજનીનો રસ છે. (૨૦૦)
જેમાં અશુભકર્મોનો આલોકમાં અને પરલોકમાં અશુભ વિપાક-કહેવાય, તે નિર્વેદની કથા છે. (૨૦૧)
જે કથામાં એવું કહેવાય કે થોડું પણ પ્રમાદથી કરાયેલું કર્મ પુષ્કળ અશુભ પરિણામવાળું બને છે, તે નિર્વેદની કથાનો રસ છે. (૨૦૨)
સિદ્ધિ, દેવલોક, સુકુલમાં ઉત્પત્તિ, આનાથી સંવેગ થાય. નારક, તિર્યંચયોનિ, કુમાનુષ્ય, એનાથી નિર્વેદ થાય. (૨૦૩)
વૈયિકને પ્રથમ આપણી કથા કહેવી. પછી સ્વસમયનો અર્થ ગ્રહણ કરી ચૂકેલા એને વિક્ષેપણી કથા કહેવી. (૨૦૪)
આપણીથી ખેંચાયેલા જે જીવો હોય, તેઓ સમ્યક્ત્વ પામે. વિક્ષેપણી કથામાં ભજના છે. વધુ ગાઢમિથ્યાત્વ પણ પામે. (૨૦૫)
ટીકાર્થઃ ધર્મસંબંધી કથા એ ધર્મકથા. એ ચાર પ્રકારની તીર્થકરો, ગણધરોએ પ્રરૂપેલી છે.
આ ચાર ભેદ જ બતાવે છે કે આપણી - વિક્ષેપણી – સંવેગ અને નિર્વેદ.
(પ્રશ્નઃ આક્ષેપણી એટલે આક્ષેપ કરનારી – ખેંચનારી કથા. વિક્ષેપણી એટલે વિક્ષેપ કરનારી કથા. પણ સંવેગ એ કંઈ કથા નથી, નિર્વેદ એ કંઈ કથા નથી. એ તો આત્મપરિણામ છે.)
ઉત્તર: “સૂત્રનું કામ સૂચન કરવાનું છે એટલે અહીં સંવેગ = સંવેજની = સંવેગ