________________
ચાર પ્રકારની કથા
૧૫૧ જણાવે છે. બેય જણ દેવદત્તા નામની વેશ્યામાં રાગી હતા. અક્કાનાં કહેવાથી બેયની પરીક્ષા કરવા માટે દેવદત્તાએ બંને પાસે દાસી મોકલાવી જણાવ્યું કે, “દેવદત્તાને શેરડી ખાવાની ભાવના છે.” મુગ્ધ અચલ સાર્થવાહે ગાડું ભરીને શેરડીના સાઠા મોકલી આપ્યા. જયારે મૂલદેવે એક થાળી જેવા વાસણમાં છાલ ઉતારેલ શેરડીમાં મસાલાદિથી તૈયાર કરાયેલા ટુકડાઓ મોકલ્યા, કે જે તરત જ ખાઈ શકાય.
• દષ્ટને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે નારદે રુકિમણીનું રૂપ જોઈને વાસુદેવ આગળ એનું વર્ણન કર્યું તે.
૦ શ્રતને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે પદ્મનાભરાજાએ નારદ પાસેથી દ્રૌપદીનું રૂપ સાંભળીને પૂર્વપરિચિત દેવોની આગળ એ રૂપનું વર્ણન કર્યું. (અહીં રાજાએ રૂપ જોયું નથી. માત્ર સાંભળ્યું જ છે.)
• અનુભૂતને આશ્રયીને કામકથા આ પ્રમાણે કે – તરંગવતી રાજકુમારી પોતાના અનુભવનું કથન કરે છે તે. (એણે કામસંબંધમાં જે જે અનુભવ કરેલા, તે બધા જ એ બીજાને કહે છે, ત્યારે તે કામકથા અનુભૂત કામકથા બને.)
૦ સંસ્તવ એટલે કામકથાનો પરિચય.
આ બધા કામનાં કારણો છે. વારનિ શબ્દ ગાથામાં લખેલો નથી. પરંતુ કામસૂત્રમાં આ બધાને કામના કારણો કહ્યા છે, એટલે તે પાઠને અનુસાર આ બધા કારણો કહેવાય.
કોઈક વળી એમ કહે છે કે, “એકવાર વિજાતીયદર્શનથી પ્રેમ થાય, પ્રેમથી રતિ, રતિથી વિશ્વાસ, વિશ્વાસથી પ્રણય...આમ પાંચ પ્રકારે પ્રેમ વધે છે.” (૧૯૨)
કામકથા કહેવાઈ ગઈ. ધર્મકથા કહે છે.
ગાથાર્થ ધર્મકથા ચાર પ્રકારની ધીરપુરુષોથી કહેવાયેલી છે – (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણી (૩) નિર્વેદ (૪) સંવેગ. (૧૯૩)
આ આક્ષેપણી કથા ચાર પ્રકારે છે. આચારમાં, વ્યવહારમાં, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ. (૧૯૪)
જે કથામાં વિદ્યા, ચરણ, તપ, પુરુષાર્થ, સમિતિ-ગુપ્તિ ઉપદેશાય, તે આપણીનો રસ છે. (૧૯૫)
સ્વસમયને કહીને પરસમય કહે, અથવા ઊંધું કહે. એજ પ્રમાણે મિથ્યાવાદ અને