SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ચાર પ્રકારની કથા શાંત રાખવા અને સરખે સરખા હોય એમને પરાક્રમથી ઠંડા પાડવા...) (૧૮૯, ૧૯૦, ૧૯૧) કથાની ગાથાનો ભાવાર્થ કહ્યો. અર્થકથા કહેવાઈ ગઈ. હવે કામકથા કહે છે. ગાથાર્થઃ રૂપ, ઉંમર, વેષ, દક્ષતા, વિષયોમાં શિક્ષિત, દષ્ટ, શ્રુત, અનુભૂત, સંસ્તવ આ કામકથા છે. (૧૨) ટીકાર્થઃ સુંદર રૂપ, ઉદગ્ર ઉછળતી) ઉંમર, ઉજ્જવલ વેષ, મૃદુતા, કળાઓમાં શિક્ષણ, અભુતદર્શનને આશ્રયીને દષ્ટ, શ્રત, અનુભૂત અને પરિચય આ બધી કામકથા છે. (આ બધા પદાર્થોની પ્રરૂપણા કરવી એ કામકથા છે.) રૂપમાં વસુદેવ વગેરે ઉદાહરણ છે. યુવાનવયમાં પ્રાયઃ બધા જ કમનીય = ઇચ્છનીય હોય, કેમકે ત્યારે લાવણ્ય હોય છે. કહ્યું છે કે, ““ઉદઝકાળમાં યૌવન વિરૂપમાં પણ લાવણ્યને કહે છે. યૌવન પાકસમયે લીમડાનાં ફલની પણ મધુરતાને દેખાડે છે.” (ઉદગ્રકાલીન યૌવન - ભરયૌવનકાળ સમજવો. લીમડાનાં ફલ જ્યારે પાકતાં હોય ત્યારે એ મીઠા હોય છે.) તથા ઉવલ વેષ કામનું અંગ છે. કેમકે, “સ્ત્રી કોઈપણ ઉજ્જવલ વેષવાળા પુરુષને જોઈને તેની ઇચ્છા કરે.” એમ કહ્યું છે. એ રીતે દાક્ષિણ્ય પણ કામનું અંગ છે. કેમકે, પંચાલ કહે છે કે સ્ત્રીઓને વિશે મૃદુતા રાખવી એજ કામશાસ્ત્રનો સાર છે.” આ પ્રમાણે વચન છે. કળાઓમાં શિક્ષણ એ કામનું અંગ છે. કેમકે એ ચતુરાઈ = હોંશિયારી છે. કહ્યું છે કે, કલાઓનું ગ્રહણ કરીએ, એટલા માત્રથી જ સૌભાગ્ય ઉત્પન્ન થઈ જાય. દેશકાળને અપેક્ષીને એ કળાઓનો પ્રયોગ તો થાય કે ન પણ થાય.” (આશય એ છે કે શીખેલી કળાઓ બીજાને દેખાડીએ ત્યારે જ લોકપ્રિયતા વધે એવું નથી. કલાનો પ્રયોગ કદાચ તે તે દેશ-કાળની અપેક્ષાએ ન કર્યો હોય તો પણ કળાનું ગ્રહણ પણ કરેલું હોય તો એનાથી લોકપ્રિયતા, સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે...) અન્યલોકો વળી આ “કળાઓમાં શિક્ષણ દ્વારમાં અચલ અને મૂલદેવને દષ્ટાન્ત તરીકે
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy