________________
ચાર પ્રકારની કથા
૧૪૯ મારે ધનનું કામ નથી. છોકરો પણ તે શોક્યનો થાઓ. એ જીવતો હશે તો એનું દર્શન પામીશ.” બીજી શોક્ય મુંગી ઊભી રહે છે. ત્યારે મંત્રીપુત્રે એ બાળક ખરી પુત્રમાતાને સોંપ્યો. ત્યાં ૧૦૦૦ રૂ.નો ઉપયોગ થયો. એટલે કે મંત્રીપુત્રને ૧૦૦૦ રૂ. મળ્યા.
ચોથા દિવસે રાજપુત્રને કહેવાયું કે, “આજે પુણ્યના સ્વામી એવા તમારે ચારેયનું યોગવહન કરવાનું છે.” રાજપુત્રે કહ્યું, “સારું.” પછી રાજપુત્ર તેમની પાસેથી નીકળીને ઉદ્યાનમાં ગયો. તે નગરમાં પુત્ર વિનાનો રાજા મૃત્યુ પામ્યો. અશ્વને અધિવાસિત કર્યો. જે વૃક્ષની છાયા નીચે રાજપુત્ર ઊંધેલો, તે છાયા દૂર થતી નથી. પછી અધે તેની ઉપર રહીને હેસારવ કર્યો, એનો રાજા તરીકે અભિષેક કર્યો. અનેક લાખો રૂપિયા મળ્યાં. આ પ્રમાણે ધનની ઉત્પત્તિ થાય છે. દક્ષતાદ્વાર પૂર્ણ થયું.
હવે જે રીતે સામ, ભેદ, દંડ અને ઉપપ્રદાનથી ધન મેળવાય છે એ વાત કરે છે. તેમાં આ ઉદાહરણ છે કે ભમતાં શિયાળે એક મરેલા હાથીને જોયો. તે વિચારે છે કે, “મેં આને મેળવ્યો. હવે હોંશિયારીપૂર્વક નક્કી મારે જ ખાવો છે. (બીજાને આપવો નથી.)” ત્યાં સિંહ આવ્યો. શિયાળે વિચાર્યું કે, “આની સામે સારી ચેષ્ટાવાળા રહેવું.” સિંહે કહ્યું કે, “અરે, ભાણિયા ! કેમ ઊભો છે?” શિયાળે કહ્યું, “હા, મામા !” સિંહ કહે છે, “આ શું કરેલું છે?” શિયાળ કહે, “હાથી.” સિંહ કહે, “કોણે માર્યો?” શિયાળ કહે, “વાઘે માર્યો.” સિંહ વિચારે છે કે, “હું મારાથી નીચલી જાતિવાળાએ મારેલા પશુને કેવી રીતે ખાઉં?” સિંહ જતો રહ્યો.
ત્યાં વાઘ આવ્યો. શિયાળે તેને કહ્યું કે, “સિંહે આ હાથી માર્યો છે. તે પાણી પીવા ગયો છે.” વાઘ ભાગી ગયો. આ ભેદ છે.
ત્યાં કાગડો આવ્યો. શિયાળે વિચાર્યું કે, ““જો આને માંસ નહિ આપું તો કા...કા શબ્દનો ફેલાવો કરશે, એ શબ્દથી બીજા પણ કાગડાઓ આવશે. તે બધા કાગડાઓનાં કા...કા રૂપ શબ્દથી બીજા પણ શિયાળાદિ આવશે. હું કેટલાને અટકાવીશ. તેથી આને કિંઈક દાન કરું.” પછી શિયાળે તે મૃતકમાંથી એક ટુકડો છેદીને કાગડાને આપ્યો. તે એ લઈને જતો રહ્યો.
ત્યાં શિયાળ આવ્યો. આ શિયાળે વિચાર્યું કે, “આને તો બળથી દૂર કરીશ.” અને ભ્રમર ચઢાવીને તેની તરફ દોટ મૂકી. પેલો શિયાળ ભાગી ગયો.
કહ્યું છે કે, “ઉત્તમને નમસ્કાર કરીને જોડવો. શૂરવીરને ભેદથી જોડવો. નીચને થોડું આપીને જોડવો અને સમાનને પરાક્રમોથી જોડવો.” (અર્થાતુ ઉત્તમની સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો. શૂરવીરોમાં ભાગલા પડાવી સ્વાર્થ સાધવો. નચ લોકોને થોડું થોડું આપીને