SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ચાર પ્રકારની કથા છું.” કુમાર મંત્રીપુત્રે કહ્યું કે, “હું બુદ્ધિથી જીવું છું.” શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે, “હું રૂપથી જવું છું.” સાર્થવાહપુત્રે કહ્યું કે, “હું દક્ષતાથી જીવું છું.” તેઓ કહે છે, “અન્ય સ્થાને જઈ આપણે આની પરીક્ષા કરીએ.” તેઓ અન્યનગરમાં ગયા, કે જ્યાં કોઈ એમને ઓળખતું નથી. ઉદ્યાનમાં રહ્યા. દક્ષને આદેશ અપાયો કે, “જલ્દી ભોજન-પાણીના ખર્ચને લાવ.” (અર્થાત્ ભોજન માટે જરૂરી ધન લઈ આવ.) તે બજારમાં જઈને એક વૃદ્ધવણિકની દુકાને ઊભો રહ્યો. તેને ઘણાં ગ્રાહકો આવે છે. તે દિવસે કોઈક ઉત્સવ છે. વણિક પડિકા બાંધવામાં પહોંચી વળતો નથી. પછી સાર્થવાહપુત્ર દક્ષ હોવાથી જેને જે મીઠું, તેલ, ઘી, ગોળ, સુંઠ, મરચાં વગેરે ઉપયોગી હોય, તેને તે આપે છે. વણિકને ઘણો વધારે નફો થયો. ખુશ થયેલો તે બોલે છે કે, “તમે આ નગરમાં બહારથી આવેલા છો કે અહીંના રહેવાસી છો?” તે કહે છે કે, “બહારથી આવ્યા છીએ.” વણિક કહે કે, “તો અમારા ઘરે ભોજનનો સ્વીકાર કરો.” તે કહે છે કે, “મારા બીજા મિત્રો ઉદ્યાનમાં છે. તેમના વિના હું ભોજન નહિ કરું.” તેણે કહ્યું કે, “બધા જ આવો.” વાણિયાએ તેઓના ભોજનદાન, તંબોલાદિમાં જેટલું વાપર્યું, એ પાંચ રૂપિયાનું થયું. બીજા દિવસે રૂપવાનું વણિપુત્રને કહેવાયું કે, “આજે તારે ભોજનનો ખર્ચ આપવાનો છે.” વણિપુત્રે કહ્યું, “સારું.” તે ઊભો થઈને વિભૂષિત થઈને વેશ્યાઓનાં વાડામાં ગયો. ત્યાં દેવદત્તા નામની વેશ્યા પુરુષ ઉપર ઢષવાળી હતી. ઘણાં રાજપુત્રો વગેરેએ એની માંગણી કરી પણ એ કોઈને ઇચ્છતી નથી. તે વેશ્યા તે વણિજ્જુત્રનાં સુંદર રૂપસમુદાયને જોઈને ક્ષોભ પામી. એની પાસે રહેલી દાસીએ જઈને તેની માતાને કહ્યું કે, “દેવદત્તા સુંદરયુવાન ઉપર દૃષ્ટિ કરે છે.” તેથી તે કહે કે, “તું એ યુવાનને કહે કે મારા ઘરે કોઈપણ મુશ્કેલી-સંકોચ વિના આવો, અને અહીં જ ભોજન કરો.” એ ચારે મિત્રો એ જ રીતે આવ્યા અને ત્યાં ૧૦૦ રૂ.નો ખર્ચ થયો. ત્રીજા દિવસે બુદ્ધિમાનું મંત્રીપુત્રને સંદેશો અપાયો કે, “આજે તું ભોજનખર્ચ આપ.” એ કહે, “સારું.” પછી તે અદાલત, ન્યાયાલયમાં ગયો. ત્યાં એક કેસ એવો હતો કે જેનો નિકાલ છેલ્લા ત્રણ દિવસથી આવતો ન હતો. તે કેસ આ પ્રમાણે હતો કે બે શોક્યો હતી. તેમનો પતિ મરી ગયો. એક શોક્યનો પુત્ર છે. એક શોક્ય પુત્રરહિત છે. તે છોકરાને સ્નેહથી સાચવે છે અને કહે છે કે, “મારો પુત્ર છે.” પુત્રની સગી માતા કહે છે કે, “મારો પુત્ર છે.” તે બે વચ્ચે ચુકાદો થતો નથી. મંત્રીપુત્રે કહ્યું કે, “હું આ કેસનો નિકાલ કરી આપું.” છોકરાના બે ટુકડા કરો અને ધનનાં પણ બે ભાગ કરો.” પુત્રની માતા કહે છે કે,
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy