________________
ચાર પ્રકારની કથા
૧૪૭ આ કથાઓમાંની એક એક કથા અનેકપ્રકારની છે. (૧૮)
હવે અર્થકથા કહે છે. વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષતા, સામ, દંડ, ભેદ, ઉપપ્રદાન આ અર્થકથા છે. કેમકે એ અર્થપ્રધાન છે. આ અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે આ છે –
૦ વિદ્યાને આશ્રયીને અર્થકથા આ પ્રમાણે કે જે વિદ્યાથી ધનનું ઉપાર્જન કરે છે. એકજણે જે વિદ્યા સાધી, તે (વિદ્યારે તેને દરરોજ સવારે પાંચ રૂપિયા આપે છે. અથવા તો જેમ વિદ્યાધરોનાં ચક્રવર્તી સત્યકિએ વિદ્યાનાં પ્રભાવથી ભોગો મેળવ્યા. સત્યકિની ઉત્પત્તિ જે રીતે થઈ, જે રીતે તે શ્રાવકકુલમાં રહ્યો, જે રીતે મહેશ્વર એનું નામ કરાયું...આ બધું જે રીતે આવશ્યકમાં વત્તીસેલ્દિ નો સંર્દ સૂત્રનાં વર્ણનમાં દર્શાવેલું છે એ પ્રમાણે અહીં કહેવું.
વિદ્યાદ્વાર પૂર્ણ થયું.
• શિલ્પથી ધન મેળવાય છે. એમાં ઉદાહરણ કોકાસ નામનો શિલ્પી છે. એ આવશ્યક પ્રમાણે જાણવું. શિલ્પદ્વાર પૂર્ણ થયું.
૦ ઉપાય દ્વારા ધન મેળવાય છે. આમાં દૃષ્ટાન્ત ચાણક્ય છે, જે રીતે ચાણકયે જુદા જુદા ઉપાયોથી ધન મેળવ્યું.
પ્રશ્નઃ ક્યા ઉપાયોથી?
ઉત્તરઃ “મારે ધાતુથી રંગાયેલ બે...” આ પણ કથાનક જે રીતે આવશ્યકમાં છે, તે રીતે કહેવું. ઉપાય દ્વાર પૂર્ણ થયું.
• હવે અનિર્વેદ અને સંચયમાં એક જ ઉદાહરણ છે. મમ્મણ વાણિયો, તે પણ જે રીતે આવશ્યકમાં છે, તે પ્રમાણે કહેવું.
(ધનોપાર્જનમાં કંટાળો ન આવવો જોઈએ તથા ઉપાર્જિતધન ધીમે ધીમે બચાવી બચાવીને ભેગું કરવું જોઈએ.)
• હવે દક્ષત્વનો અવસર છે. પ્રસંગપૂર્વક એ દક્ષત્વનું વર્ણન કરે છે કે સાર્થવાહપુત્રની દક્ષતા = કાર્યચપળતા પાંચ રૂપિયાનાં ફલવાળી થઈ, શ્રેષ્ઠિપુત્રનું સૌંદર્ય ૧૦૦ રૂા. ના ફળવાળું થયું, મસ્ત્રીપુત્રની બુદ્ધિ ૧૦૦૦ રૂ. ના ફલવાળી થઈ અને રાજપુત્રનું પુણ્ય લાખ રૂા. ના ફલવાળું થયું. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ છે – બ્રહ્મદર રાજકુમાર, કુમાર મંત્રીપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, સાર્થવાહપુત્ર આ ચારેય પરસ્પર વાતચીત કરે છે “કોણ શેના આધારે જીવે છે ?” ત્યાં રાજપુત્રે કહ્યું કે, “હું પુણ્યથી જીવું