________________
પહેલી છત્રીસી
હવે ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓમાં પહેલી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - ચાર પ્રકારની દેશના, ચાર પ્રકારની કથા, ચાર પ્રકારના ધર્મ, ચાર પ્રકારની ભાવના, ચાર પ્રકારના સ્મારણા વગેરેમાં કુશળ બુદ્ધિવાળા અને ચાર પ્રકારના ચાર ધ્યાનોને જાણનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જય પામો એટલે બધે અમ્મલિત પ્રસરવાળા થાઓ.
બીજાને સમજાવવામાં તત્પર એવી વચનોની પદ્ધતિ તે દેશના. તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ આક્ષેપિણી, ર વિક્ષેપિણી, ૩ સંવેજની અને ૪ નિર્વેદિની. આમનું સ્વરૂપ આગળ ચાર પ્રકારની કથાના વિવરણમાં બતાવાશે.
કહેવાય તે કથા. તે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે છે – ૧ અર્થકથા, ૨ કામકથા, ૩ ધર્મકથા અને ૪ મિશ્રકથા. શ્રીદશવૈકાલિકસૂત્રના ત્રીજા અધ્યયનની નિયુક્તિમાં અને તેની હારિભદ્રીયવૃત્તિમાં કહ્યું છે -
હવે “કથાને કહે છે.
ગાથાર્થ - અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રિતકથા. એમાંની એક-એક કથા અનેક પ્રકારની જાણવી. (૧૮૮)
વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષતા, સામ, દંડ, ભેદ, ઉપપ્રદાન એ અર્થકથા છે. (૧૮૯)
સાર્થવાહપુત્ર દક્ષતાથી, શ્રેષ્ઠીપુત્ર રૂપથી, મંત્રીપુત્ર બુદ્ધિથી, રાજપુત્ર પુણ્યથી જીવે છે. (૧૦૦)
પુરુષની દક્ષતા પાંચ રૂપિયાની છે, સુંદરતા ૧૦૦ રૂપિયાની છે, બુદ્ધિ હજાર રૂપિયાની છે, પુણ્ય ૧ લાખ રૂપિયાનું છે. (૧૯૧)
ટીકાર્થ વિદ્યા વગેરે અર્થ છે. તેની પ્રધાનતાવાળી કથા એ અર્થકથા કહેવાય. એ પ્રમાણે કામકથા, ધર્મકથા અને મિશ્રકથા પણ સમજવી.