________________
૯૨
ચંદ્રપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિ મહારાજે કહ્યું છે
-
‘આનાથી એ જણાવે છે કે અહીં જેણે સારી રીતે શાસ્ત્રો ભણ્યા છે – એવા પણ શિષ્ય ગુરુની રજા મળ્યા પછી બીજાને તત્ત્વોનો ઉપદેશ આપવો, ગુરુની રજા મેળવ્યા વિના નહીં.’
આમ અનેક ગ્રંથોમાં ગુરુનું ઘણું મહત્ત્વ બતાવ્યું છે. તેથી ગ્રંથકારે પોતાના અને બીજાના હૃદયમાં ગુરુના વિનય-બહુમાન પ્રગટાવવા અને ગુરુનું મહત્ત્વ સમજાવવા ઘણા વિસ્તારથી ગુરુના ગુણો કહ્યાં છે. આ ગ્રંથ ભણીને આપણે ગુરુ પ્રત્યે અજોડ વિનયબહુમાન પ્રગટ કરવા. (૧)
+
+
ગુરુનું માહાત્મ્ય
मिच्छ्प्पवाहे रत्तो लोगो, परमत्थजाणओ थोवो । गुरुगारवेहि रसिआ सुद्धं मग्गं न बूर्हति ॥
લોકો ખોટા પ્રવાહના રાગી છે. વાસ્તવિકતાને જાણનારા થોડા છે. ભારે ગારવોના રસીયા જીવો શુદ્ધ માર્ગને સમજતા નથી.
आलस्स १ मोह २ वन्ना ३ थंभा ४ कोहा ५ पमाय ६ किविणत्ता ७ । भय ८ सोगा ९ अन्नाणा १० वक्खेव ११ कुतूहला १२ रमणा १३ ॥
(૧) આળસ, (૨) મોહ, (૩) અવજ્ઞા, (૪) અભિમાન, (૫) ક્રોધ, (૬) પ્રમાદ, (૭) કૃપણતા, (૮) ભય, (૯) શોક, (૧૦) અજ્ઞાન, (૧૧) વ્યાક્ષેપ (વ્યગ્રતા / વ્યાકુલતા), (૧૨) કુતૂહલ અને (૧૩) ક્રીડા - આ આત્માના તેર શત્રુઓ છે.
+ चुल्लग १ पासग २ धन्ने ३ जूए ४ रयणे ५ य सुमिण ६ चक्के ७ य । कुम्म ८ जुगे ९ परमाणू १० दस दिट्टंता मणुअलंभे ॥
(૧) ભોજન, (૨) પાસા, (૩) ધાન્ય, (૪) જુગાર, (૫) રત્ન, (૬) સ્વપ્ન, (૭) ચક્ર, (૮) કાચબો, (૯) ધૂંસરી, (૧૦) પરમાણુ - મનુષ્યભવની દુર્લભતા સમજાવવા માટે આ ૧૦ દૃષ્ટાંતો છે.