________________
જૈનશાસનશિરતાજ, વ્યાખ્યાનવાચસ્પતિ, દીક્ષાયુગપ્રવર્તક સુવિશુદ્ધસિદ્ધાંતદેશનાદાતા,
તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
- દીક્ષાશતાબ્દી વર્ષમાં તેઓશ્રીમના દીક્ષાયુગપ્રવર્તનાદિ ગુણોની અનુમોદનાર્થે શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળાના ૩૪મા પુષ્પરૂપે
નાગેન્દ્રગચ્છીય, મત્રીશ્વરવસ્તુપાલ-તેજપાલના ગુરુપદે સ્થાપિત પ.પૂ.આચાર્યવર્ય શ્રીઉદયપ્રભસૂરીશ્વરજી મહારાજારચિત
“કણિકા'વૃત્તિ સહિત શ્રુતકેવલી ચતુર્દશપૂર્વધર પ.પૂ. શ્રી ધર્મદાસગણિવરવિરચિત
ઉપદેશમાલા
પુસ્તકના પ્રકાશનનો પુણ્યલાભ સંપ્રાપ્ત કરનાર
શ્રી સિદ્ધગિરિરાજની છત્રછાયામાં વિ.સં. ૨૦૬૭ની સાલે જૈનશાસનશિરતાજ, દીક્ષાયુગપ્રવર્તક, તપાગચ્છાધિરાજ, પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગુરુગચ્છવિશ્વાસધામ, વર્ધમાનતપોનિધિ, પૂ.આ.શ્રી.વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ૬૦ શ્રમણો, ૩૦૦ શ્રમણીઓ, ૧૭૦૦ જેટલા ચાતુર્માસ આરાધકો, ૧૦૬૦ જેટલા ઉપધાન આરાધકો અને ૫૮૫ જેટલા માળ આરાધકો આદિથી સભર ઐતિહાસિક ચાતુર્માસ તથા ઉપધાનતપનું આયોજન
કુળદીપિકા પૂ.સા.શ્રી રાજનંદિતાશ્રીજી મ.ના સદુપદેશથી ધાનેરા નિવાસી માતુશ્રી ચંપાબેન જયંતિલાલ દાનસુંગભાઈ અજબાણી
ધાનેરા ડાયમંડસ પરિવારે કર્યું હતું એ દરમ્યાન થયેલી જ્ઞાનખાતાની વિશિષ્ટ ઉપજમાંથી શાસનશિરતાજ સૂરિરામચંદ્રદીક્ષાશતાબ્દીની સ્મૃતિમાં વિવિધ પ્રાકૃત સંસ્કૃત-અનુવાદાદિ ગ્રંથોના પ્રકાશનનો પુણ્ય લાભ લેવામાં આવ્યો છે.
અમો એ સુકૃતની ભાવપૂર્વક અનુમોદના કરવા સાથે ભવિષ્યમાં પણ આવાં
સુંદર કાર્યો થતાં રહે એવી શુભકામના કરીએ છીએ.
લી. શાસનશિરતાજ સૂરિરામચંદ્રદીક્ષાશતાબ્દી સમિતિ