________________
12
પ્રાંતે સંયમજીવનની અધ્યાત્મકલ્પવેલીને હરી-ભરી રાખનારા મહામહિમ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથપરમાત્મા, જેઓશ્રીના વદનકમલથી નિઃસૃત અમૃતના કુંભસમાન આ ઉપદેશમાળાનું અવતરણ થયું તે આસજ્ઞોપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીરપરમાત્મા, ગણધરભગવંતો, ગ્રંથકાર પરમર્ષિ શ્રુતકેવલી પૂ.શ્રીધર્મદાસગણિક્ષમાશ્રમણજી વૃત્તિકાર મહર્ષિ નાગેન્દ્રગચ્છીય પૂ.આ.શ્રીઉદયપ્રભસૂરીશ્વરજી મહારાજા, ગ્રંથનું આલેખન-સંરક્ષણાદિ કરનાર-કરાવનાર પુણ્યાત્માઓ, ગુરક્રમથી એ ગ્રંથનો પરમાર્થ પ્રદાન કરનારા પરમતારક, પરમશ્રદ્ધેય, પરમગુરુદેવ, તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, મને આ ગ્રંથની પ્રથમ પ્રેસકૉપી સમર્પી કાર્ય માટે સંપ્રેરિત કરનાર સમર્પણતીર્થરૂપ પૂ.ઉપાધ્યાય શ્રીમહિમાવિજયજીગણિવરશ્રી, જેઓશ્રીના તપ-સંયમ-વાત્સલ્ય-અનુશાસન સામ્રાજ્યમાં ઉછરી આ અને આવા અનેક ગ્રંથપધોની પરાગનું આસ્વાદન કર્યું તે ભવોદધિતારક ગુરુદેવ, આજીવનગુરુચરણસેવી, ગુરુગચ્છવિશ્વાસધામ, વર્ધમાનતપોનિધિ પૂ.આ.શ્રી વિજયગુણયશસૂરીશ્વરજીમહારાજા આદિ પૂજયપુરુષોનો પરમોપકાર સતત સ્મરણપથમાં રાખી આવા સન્માર્ગપ્રેરક શ્રતરત્નોનાં સંશોધન-સંપાદનાદિ કરવા-કરાવવા દ્વારા મારા અને સર્વ ભવ્યાત્માઓના મોહનીયાદિ કર્મરાશિને સમૂળ નષ્ટ કરવા-કરાવવામાં હું સમર્થ બને એવી પ્રાર્થના કરું છું.
વિ.સં. ૨૦૬૯ ફાગણ સુદ-૨ બુધવાર તા. ૧૩-૩-૨૦૧૩ દીક્ષાયુગપ્રવર્તક શાસનશિરતાજ સૂરિરામચંદ્રવદીદીક્ષાશતાબ્દીદિન શ્રીભોરોલતીર્થ
શ્રીજૈનશાસનશિરતાજ, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂ.આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી
મહારાજાનો ચરણચંચરી વર્ધમાનતપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણ
વિજયકીર્તિયશસૂરિ