SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ विशुद्धात्मनः परमात्मा प्रादुर्भवति योगसारः १/७ यस्य तारतम्येन यस्य तारतम्यं भवति तस्य प्रकर्षेण तस्य प्रकर्षोऽपि भवति । मोहनीयकर्मणः क्षयस्य तारतम्येन साम्यशुद्धेस्तारतम्यं भवति । ततो मोहनीये सर्वथा क्षीणे प्रकृष्टा साम्यशुद्धिर्भवति । साम्यशुद्धेस्तारतम्येन आत्मविशुद्धेरपि तारतम्यं भवति । ततो यदा साम्यशुद्धिः परमप्रकर्षप्राप्ता भवति तदाऽऽत्मविशुद्धिरपि प्रकृष्टा भवति । आत्मविशुद्धेस्तारतम्येन परमात्मप्रादुर्भावस्य तारतम्यं भवति । ततो आत्मनि सर्वथा विशुद्धे तत्र परमात्मन आविर्भावोऽपि सम्पूर्णतया भवति । अयं च परमात्मप्रादुर्भावः सयोगिकेवलिनामत्रयोदशगुणस्थानके भवति । तत्र घातिकर्माणि सर्वथा क्षीणानि सन्ति । ततो मेघपटलावरणनिर्मुक्तः सूर्यो यथा सर्वथा प्रकटीभवति तथा तत्र घातिकर्ममेघावरणविमुक्त: परमात्मसूर्यः सर्वथा प्रकटीभवति । यदुक्तं योगशास्त्रे चतुर्थे प्रकाशे 'रागादिध्वान्तविध्वंसे, कृते सामायिकांशुना । स्वस्मिन् स्वरूपं पश्यन्ति, योगिनः परमात्मनः ॥५३॥' अनेन वृत्तेन फलस्वरूपः परमात्मप्रादुर्भावो दर्शितः । पूर्ववृत्तैः परमात्मप्रादुर्भावमार्गः प्रदर्शितः ॥७॥ २६ - જેની તરતમતાથી જેની તરતમતા થાય છે તેના પ્રકર્ષથી તેનો પ્રકર્ષ પણ થાય છે. મોહનીયકર્મના ક્ષયની તરતમતાથી સમતાની શુદ્ધિની તરતમતા થાય છે. તેથી મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયે છતે સમતાની પ્રકૃષ્ટ શુદ્ધિ થાય છે. સમતાશુદ્ધિની તરતમતાથી આત્મવિશુદ્ધિની પણ તરતમતા થાય છે. તેથી જ્યારે પ્રકૃષ્ટ સમતાશુદ્ધિ થાય છે ત્યારે પ્રકૃષ્ટ આત્મવિશુદ્ધિ પણ થાય છે. આત્મવિશુદ્ધિની તરતમતાથી પરમાત્મપ્રાગટ્યની તરતમતા થાય છે. તેથી આત્મા સર્વથા વિશુદ્ધ થયે છતે તેમાં પરમાત્માનું પ્રાગટ્ય પણ સંપૂર્ણ રીતે થાય છે. આ પરમાત્માનું પ્રાગટ્ય સયોગી કેવલી નામના તેરમા ગુણસ્થાનકે થાય છે. ત્યાં ઘાતી કર્મોનો સર્વથા ક્ષય થયો છે. તેથી જેમ વાદળના આવરણમાંથી બહાર આવેલ સૂર્ય સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે તેમ તે૨મા ગુણઠાણે ઘાતીકર્મોરૂપી વાદળના આવરણમાંથી મુક્ત થયેલ પ૨માત્મારૂપી સૂર્ય સર્વથા પ્રગટ થાય છે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે - ‘સમતારૂપી કિરણ વડે રાગાદિના અંધારાનો નાશ કરાયે છતે યોગીઓ પોતામાં પરમાત્માનું સ્વરૂપ જુવે છે. (૫૩)’ આ શ્લોકમાં પરમાત્માના પ્રાગટ્યરૂપ ફળ બતાવ્યું છે. પૂર્વશ્લોકોમાં પરમાત્માના પ્રાગટ્યનો માર્ગ બતાવ્યો હતો. (૭)
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy