________________
२७
योगसारः १८
शुद्ध आत्मैव परमात्मतां भजते अवतरणिका - शुद्धात्मनः परमात्मा सर्वथा प्रकटीभवतीति दर्शितम् । अधुना आत्मा कथं शुद्धो भवति ? इति दर्शयति - मूलम् - कषाया अपसर्पन्ति, यावत्क्षान्त्यादिताडिताः ।
तावदात्मैव शुद्धोऽयं, भजते परमात्मताम् ॥८॥ अन्वयः - यावत् क्षान्त्यादिताडिताः कषाया अपसर्पन्ति तावदयं शुद्ध आत्मैव परमात्मतां भजते ॥८॥
पद्मीया वृत्तिः - यावत् - यावत्प्रमाणम्, क्षान्त्यादिताडिताः - क्षान्तिः क्रोधाभावः, सा आदौ येषां नम्रता - सरलता - सन्तोषादीनामिति क्षान्त्यादयः, तैस्ताडिताः - निर्णाशिता इति क्षान्त्यादिताडिताः, कषायाः - प्रागुक्तशब्दार्थाः, अपसर्पन्ति - आत्मनः दूरीभवन्ति, तावत् - तावत्प्रमाणम्, अयं - स्वसंवेदनप्रत्यक्षसिद्धः, शुद्धः - पवित्रीभूतः, आत्मा - संसारीजीवः, एवशब्द आत्मातिरिक्तो न कश्चिदपि परमात्मतां भजते इति द्योतयति, परमात्मतां - परमात्मनो भाव इति परमात्मता, तां, भजते - प्राप्नोति । ___ आत्मा यैः कषायैः पीड्यते तत्प्रतिपक्षिभिर्गुणैस्ते कषाया हन्तव्याः । कषायाः कथं हन्तव्या इति ग्रन्थकार एव स्वयमग्रे एकादशे वृत्ते वक्ष्यति । दण्डादिभिस्ताडितश्चौरः सर्पः श्वाऽन्यो वा तस्मात्स्थानात्शीघ्रमपगच्छति । एवं क्षमादिभिस्ताडिताः कषाया
અવતરણિકા – “શુદ્ધ આત્મામાંથી પરમાત્મા સર્વથા પ્રગટ થાય છે એ બતાવ્યું. હવે આત્મા શી રીતે શુદ્ધ થાય છે ? એ બતાવે છે –
શબ્દાર્થ – જેટલા પ્રમાણમાં ક્ષમા વગેરેથી હણાયેલા કષાયો દૂર થાય છે તેટલા પ્રમાણમાં આ શુદ્ધ આત્મા જ પરમાત્મપણાને પામે છે. (૮)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ – પ્રતિકૂળતાને સહન કરવી એનું નામ ક્ષમા. ક્ષમા એટલે ક્રોધનો અભાવ. જેટલા પ્રમાણમાં ક્ષમા, નમ્રતા, સરળતા, સન્તોષ વગેરેથી હણાયેલા કષાયો દૂર થાય છે તેટલા પ્રમાણમાં પવિત્ર થયેલો આ સંસારી જીવ પરમાત્માપણાને પામે છે.
આત્મા જે કષાયો વડે પીડાય છે તેના પ્રતિપક્ષી ગુણો વડે તે કષાયોને હણવા. કષાયોને શી રીતે હણવા ? એ ગ્રન્થકારશ્રી સ્વયં આગળ અગિયારમા શ્લોકમાં કહેશે. દંડ વગેરેથી મરાયેલ ચોર, સાપ, કૂતરો કે બીજો કોઈ તે સ્થાનમાંથી