________________
१० अनुबन्धचतुष्टयम्
योगसारः१/१ तमस्मभ्यं दातुं प्रवृत्ताः । ततोऽस्माभिर्यत्नं विनैष सारो लब्धः । अतो ग्रन्थकारोऽस्माकमतीवोपकारी । अस्माभिरयं सारः स्वजीवने पालनीयः । एवं ग्रन्थकारायासः सफलो भविष्यति वयञ्चाऽल्पांशेन ऋणमुक्ता भविष्यामः ।।
समासतः - सङ्क्षपेण मितशब्दैन तु प्रसक्तानुप्रसक्तार्थविवेचनेनेत्यर्थः । सङ्क्षिप्त शास्त्रं सर्वैरुपादेयं भवति । विस्तृतशास्त्रपठनार्थं स्तोका एव प्रवर्त्तन्ते ।
प्रवक्ष्यामि - प्रकर्षेण यथा जीवा योगस्य माहात्म्यं सम्यगवगम्य स्वजीवने योगमाचरेयुस्तथा वक्ष्यामि-कथयिष्यामि । __ अत्र पूर्वार्द्धन ग्रन्थकृद्भिरिष्टदेवतानमस्काररूपं मङ्गलं कृतमुत्तरार्द्धन चाभिधेयमभिहितम् । प्रयोजनसम्बन्धी समार्थ्यगम्यौ । तौ ग्रन्थान्तरेष्वनेकशी विवेचिताविति ग्रन्थविस्तारभिया नाऽत्र प्रतिपाद्यतेऽस्माभिः । तत एव तौ ज्ञेयौ ॥१॥
अवतरणिका - इत्थं मङ्गलादिकं प्रतिपादितम् । ध्यानं मोक्षप्राप्तेः परममङ्गम् । अतस्तस्य विषयमादौ प्रतिपादयति - જ ઉપકારી છે. આપણે આ સાર આપણા જીવનમાં ઉતારવો જોઈએ. એમ કરવાથી ગ્રન્થકારની મહેનત સફળ થશે અને આપણે એમના ઋણમાંથી કંઈક મુક્ત થઈ શકીશું.
અહીં ગ્રન્થકાર યોગનો સાર સંક્ષેપમાં કહેશે, વિસ્તારથી નહીં, એટલે કે પ્રાસંગિક અર્થોનું વિવેચન આમાં નહીં કરાય. સંક્ષેપમાં રચાયેલા શાસ્ત્રનો અભ્યાસ બધા કરે છે. વિસ્તારવાળા શાસ્ત્રને ભણનારા થોડા જ હોય છે.
ગ્રન્થકાર અહીં યોગનો સાર ખૂબ સુંદર રીતે કહેશે, જેથી શ્રોતાઓ યોગનું માહાસ્ય જાણીને પોતાના જીવનમાં યોગને આચરે.
આ શ્લોકના પૂર્વાર્ધથી ગ્રન્થકારે ઇષ્ટદેવતાને નમસ્કાર કરવા રૂપ મંગળ કર્યું અને ઉત્તરાર્ધથી અભિધેય કહ્યું. પ્રયોજન અને સંબંધ સામર્થ્યથી જાણવા. તેમનું વિવેચન અન્ય ગ્રન્થોમાં અનેકવાર કરાયું હોવાથી અહીં ગ્રન્થનો વિસ્તાર થવાના ભયથી અમે તેમનું પ્રતિપાદન કરતા નથી. તે ગ્રન્થોમાંથી જ તે જાણી લેવા. (૧)
અવતરણિકા - આમ મંગળ વગેરે કહ્યા. ધ્યાન એ મોક્ષપ્રાપ્તિનું શ્રેષ્ઠ અંગ છે. માટે પહેલા તે ધ્યાનનો વિષય બતાવે છે –