________________
योगसारः १/१
योगसारस्याऽर्थः
परन्तु विशालपरिकर्मितप्रज्ञगम्यः । अतोऽस्य ग्रन्थस्य केवलं शब्दार्थं ज्ञात्वाऽऽत्मा कृतकृत्यो न मन्तव्यः, किन्त्वस्य ग्रन्थस्य गम्भीरानर्थान् ज्ञातुं यतनीयम् । भूमावधोऽधः खननेन प्रभूतं जलमवाप्यते । एवं पुनः पुनरेतद्ग्रन्थस्य पर्यालोचनेन रहस्यार्था ज्ञायन्ते ।
९
योगसारं - 'योगसार' इतिनामकम् । मोक्षेण सह योजयन्तः सर्वेऽपि मनोवाक्कायव्यापारा योगस्वरूपा ज्ञेयाः । यदुक्तं ज्ञानसारे योगाष्टके - 'मोक्षेण योजनाद्योग: सर्वोऽप्याचार इष्यते ।... ॥२७ / १ ॥ ' योगविधानविंशिकायां श्रीहरिभद्रसूरिभिरप्युक्तं
'मुक्खेण जोयणाओ जोगो सव्वोवि धम्मवावारो.. ॥१७ / १ ॥' (छाया - मोक्षेण योजनात् योगः सर्वोऽपि धर्मव्यापार : ... ॥१७ / १ ॥ ) सारः नवनीतम् । योगानां सारः प्रतिपाद्यविषयो यस्य स योगसार:, तमिति योगसारम् । प्रभूते गोरसे मथितेऽल्पं नवनीतं प्राप्यते । एवं प्रभूतेषु योगग्रन्थेषु पठितेषु तदुक्तयोगेषु चातीवाभ्यस्तेषु योगस्य सारः प्राप्यते । ग्रन्थकृद्भिः पठनाभ्यसनायासः कृतः । तत्फलरूपो यः सारस्तैः प्राप्तस्ते
ગ્રન્થના મર્મને જાણી નહીં શકે પણ વિશાળ અને પરિકર્મિત બુદ્ધિવાળા જીવો આ ગ્રન્થના મર્મને જાણી શકશે. માટે આ ગ્રન્થના માત્ર શબ્દાર્થને જાણીને સંતોષ ન માનવો પણ આ ગ્રન્થના રહસ્યભર્યા અર્થોને જાણવા પ્રયત્ન કરવો. જમીનમાં નીચે-નીચે ખોદવાથી ઘણું પાણી નીકળે છે. એમ વારંવાર આ ગ્રન્થના પદાર્થોનું ચિંતન કરવાથી આ ગ્રન્થના રહસ્યભર્યા અર્થો જણાય છે.
મોક્ષની સાથે જોડી આપનારી મન-વચન-કાયાની બધી ક્રિયાઓને યોગ કહેવાય છે. જ્ઞાનસારમાં કહ્યું છે કે ‘મોક્ષની સાથે જોડી આપતાં હોવાથી બધાય આચારોને યોગ કહેવાય છે...... (૨૭/૧)' શ્રીહરિભદ્રસૂરિજીએ પણ યોગવિધાનવિંશિકામાં કહ્યું છે કે - ‘મોક્ષની સાથે જોડવાથી બધો ય ધર્મવ્યાપાર એ યોગ છે... (૧૭/૧)’ સાર એટલે નવનીત. આ ગ્રન્થમાં યોગોનો સાર કહેવાશે. ઘણી છાશ વલોવીએ ત્યારે થોડું માખણ નીકળે છે. એમ ઘણા યોગગ્રન્થોનો અભ્યાસ કર્યા પછી અને તેમાં કહેલ યોગનો ખૂબ અભ્યાસ કર્યા પછી યોગનો સાર મળે છે. ગ્રન્થકારે યોગગ્રન્થો ભણવાની અને યોગનો અભ્યાસ કરવાની મહેનત કરી છે. તેના ફલરૂપે તેમને જે સાર મળ્યો તે તેઓ આપણને આપવા તૈયાર થયા છે. તેથી આપણને પ્રયાસ વિના આ સાર મળી ગયો. તેથી ગ્રન્થકાર આપણા ખૂબ