SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १४६ दृष्टिरागिणो जनानपि पातयन्ति योगसारः २/४ हतचित्ताः शुभाध्यवसायैः संस्कृताः स्वभवं परमितीकुर्वन्ति । मोहोपहतचित्ता मैत्र्यादिभिरसंस्कृता अशुभाध्यवसायैरशुभकर्माणि बद्ध्वा स्वसंसारं वर्धयन्ति । I दृष्टिरागिणो जनानपि प्रतारयन्ति । ते स्वाभिमततत्त्वं जनेभ्य उपदिशन्ति । मुग्धजनास्तदुपदिष्टं तत्त्वं श्रद्दधति । ते तदुपदेशानुसारेण प्रवर्त्तन्ते । ते तन्मार्गानुसारिणो भवन्ति । तेषां चित्तमपि मोहेनोपहन्यते । तेषां चित्तमपि मैत्र्यादिभिः संस्कृतं न भवति । ततस्तेऽपि दुश्चिन्तनैर्दुष्प्रवृत्त्या च स्वीयां भवपरम्परां वर्धयन्ति । इत्थं दृष्टिरागी मुग्धजनान्संसारे निमज्जयति । कश्चिदधमः स्वात्मनो हानिं कुर्यात् । दृष्टिरागिणस्त्वधमाधमाः, यतस्ते स्वपरयोरुभयोरपि हानिं कुर्वन्ति । ततस्तान् धिगस्तु । अनेन शब्देन ग्रन्थकारेण तेषां दुष्टप्रवृत्तिर्निन्दिता । तेषां प्रवृत्तिर्न समीचीनेत्यत्र ग्रन्थकृता प्रकटीकृतम् ॥४॥ अवतरणिका - मैत्र्यादिभिरसंस्कृता मुग्धं जनं नाशयन्तीति दर्शितम् । तत्र मैत्र्यादीनां શુભ અધ્યવસાયોથી સંસ્કાર પામેલા જીવો પોતાના સંસારને પરિમિત કરે છે. મોહથી હણાયેલા ચિત્તવાળા અને મૈત્રી વગેરે ભાવનાઓથી સંસ્કાર નહીં પામેલા જીવો અશુભ અધ્યવસાયોથી અશુભ કર્મો બાંધીને પોતાના સંસારને વધારે છે. દૃષ્ટિરાગીઓ લોકોને પણ ઠગે છે. તેઓ પોતે માનેલ તત્ત્વનો લોકોને ઉપદેશ આપે છે. વિવેક વિનાના ભોળા લોકો તેમણે ઉપદેશેલા તત્ત્વની શ્રદ્ધા કરે છે. તેઓ તેમના ઉપદેશને અનુસારે પ્રવર્તે છે. તેઓ તેમના માર્ગને અનુસરે છે. તેમનું મન પણ મોહથી હણાય છે. તેમનું મન પણ મૈત્રી વગેરે ભાવનાઓથી સંસ્કૃત થતું નથી. તેઓ પણ ખરાબ ચિંતનો અને ખરાબ પ્રવૃત્તિથી પોતાના સંસારની પરંપરાને વધારે છે. આમ દૃષ્ટિરાગી ભોળા જીવોને સંસારમાં ડુબાડે છે. કોઈક અધમ માણસ પોતાનું નુકસાન કરે. દૃષ્ટિરાગીઓ તો અધમાધમ છે, કેમકે તેઓ પોતાનું અને બીજાનું બન્નેનું પણ નુકસાન કરે છે. તેથી તેમને ધિક્કાર થાઓ. આ શબ્દથી ગ્રંથકારે તેમની દુષ્ટ પ્રવૃત્તિની નિંદા કરી છે. તેમની પ્રવૃત્તિ સારી નથી, એમ અહીં ગ્રંથકારે પ્રગટ કર્યું છે. (૪) અવતરણિકા - મૈત્રી વગેરેના સંસ્કાર વિનાના જીવો ભોળા લોકોને પાડે છે એમ બતાવ્યું. ત્યાં મૈત્રી વગેરેનું શું સ્વરૂપ છે ? એવી શંકાનું સમાધાન કરતાં
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy