________________
योगसारः २/४
दृष्टिरागिणो मैत्र्यादिभिरसंस्कृताः
मुदीरितम् ॥१२१॥' शान्तसुधारसे त्रयोदशप्रकाशे महोपाध्याय श्रीविनयविजयैरप्युक्तम् 'मैत्री परेषां हितचिन्तनं यद् - भवेत्प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्त्ताङ्गिरुजां जिहीर्षेत्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥३॥
१४५
एताभिश्चतसृभिर्भावनाभिश्चित्तस्य संस्कारो भवति । एताभिश्चित्तं सुशोभितं भवति । मैत्र्यादिवासिते चित्ते शोभना अध्यवसाया प्रादुर्भवन्ति, दुष्टाध्यवसायास्तत्र प्रवेशं न लभन्ते । दृष्टिरागिणो मैत्र्यादिभिः संस्कृता न भवन्ति । दृष्टिरागिणो मत्सरिणो भवन्ति । मत्सरः प्रमोदस्य प्रतिपक्षभूतः । मत्सरेण क्रोध - नृशंसत्व- द्वेषादयः शेषदोषा अपि जायन्ते । क्रोधः मैत्र्याः प्रतिपक्षभूतः । नृशंसत्वं कारुण्यस्य प्रतिपक्षभूतम् । द्वेषो माध्यस्थ्यस्य प्रतिपक्षरूपः । इत्थं दृष्टिरागिणश्चित्तं दोषाकुलत्वेन मैत्र्यादिभिः शोभितं न भवति । दृष्टिरागिणश्चित्तं मोहेन विनष्टं भवति । दृष्टिरागिणश्चित्तं दोषैर्दुष्टाध्यवसायैश्च व्याप्तं भवति । इत्थं मोहोपहतचित्तत्वान्मैत्र्यादिभिरसंस्कृतत्वाच्च दृष्टिरागिणः संसारे निमज्जन्ति । मोहानुप
કરનારા, પોતાની પ્રશંસા કરનારાઓને વિષે જે ઉપેક્ષા તે માધ્યસ્થ્ય કહેવાયું છે. (૧૨૧) શાંતસુધા૨સમાં તેરમા પ્રકાશમાં મહોપાધ્યાય શ્રીવિનયવિજયજીએ પણ કહ્યું છે - ‘બીજાના જે હિતને વિચારવું તે મૈત્રી, બીજાના ગુણોનો પક્ષપાત તે પ્રમોદ, પીડિત જીવોની પીડાને દૂર કરવાની ઇચ્છા તે કરુણા, દુષ્ટ બુદ્ધિવાળા જીવોની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા. (૩)' આ ચારે ભાવનાઓથી ચિત્તનો સંસ્કાર થાય છે. આમનાથી ચિત્ત શણગારાય છે. મૈત્રી વગેરેથી વાસિત ચિત્તમાં સારા અધ્યવસાયો પ્રગટે છે. દુષ્ટ અધ્યવસાયોને ત્યાં પ્રવેશ મળતો નથી. દૃષ્ટિરાગવાળા જીવો મૈત્રી વગેરે ભાવનાઓથી સંસ્કાર પામેલા હોતા નથી. દૃષ્ટિરાગવાળા જીવો મત્સરવાળા હોય છે. મત્સર એ પ્રમોદનો પ્રતિપક્ષી છે. મત્સરથી ક્રોધ-નિષ્ઠુરતા-દ્વેષ વગેરે શેષ દોષો પણ પેદા થાય છે. ક્રોધ મૈત્રીનો પ્રતિપક્ષી છે. નિર્દયતા એ કરુણાની પ્રતિપક્ષી છે. દ્વેષ એ માધ્યસ્થ્યનો પ્રતિપક્ષી છે. આમ દૃષ્ટિરાગવાળાનું ચિત્ત દોષોથી આકુળ હોવાથી મૈત્રી વગેરેથી શોભિત હોતું નથી. દૃષ્ટિરાગીનું ચિત્ત મોહથી નાશ પામેલું છે. દૃષ્ટિરાગીનું ચિત્ત દોષો અને દુષ્ટ અધ્યવસાયોથી વ્યાપ્ત હોય છે. આમ મોહથી હણાયેલા ચિત્તવાળા હોવાથી અને મૈત્રી વગેરે ભાવનાઓથી સંસ્કાર નહીં પામેલા હોવાથી દૃષ્ટિરાગીઓ સંસારમાં ડૂબે છે. મોહથી નહીં હણાયેલા ચિત્તવાળા અને
૧૨