________________
१४४
चतस्रो भावनाः
योगसारः २।४ संस्कारान्प्रापिताः, न संस्कृता इत्यसंस्कृताः, स्वयं - आत्मना, नष्टाः - संसारे पतिताः, ते - दृष्टिरागिणः, मुग्धं - सरलं, चशब्दः समुच्चये, जनं - लोकं, नाशयन्ति - संसारे पातयन्ति, हहा - खेदं द्योतयति, धिग् - तिरस्कारप्रदर्शकं वचनम्, तानित्यत्राऽध्याहार्यम् ।
चित्तस्य संस्कारार्थं पूर्वाचार्यैर्मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यरूपाश्चत्वारो भावना: प्रकीर्तिताः । अन्यजीवानां हितस्य चिन्तनं मैत्रीभावना । गुणाधिकजीवानां गुणान् दृष्ट्वा मनसि जायमानो हर्षः प्रमोदभावना । दुःखिजीवान्दृष्ट्वा मनसि जायमाना खेदपूर्विका तदुःखप्रतिकारेच्छा कारुण्यभावना । असाध्यदोषदुष्टजीवान्दृष्ट्वा मनसि तान्प्रति द्वेषस्याऽभावो माध्यस्थ्यभावना । उपेक्षाभावनेत्यस्या एव नामान्तरम् । यदुक्तं योगशास्त्रे चतुर्थप्रकाशे कलिकालसर्वज्ञैः - 'मा कार्षीत्कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥११८॥ अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥११९॥ दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतीकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥१२०॥ क्रुरकर्मसु निःशङ्क, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्य
પદ્માયાવૃત્તિનો ભાવાનુવાદ - ચિત્તને સંસ્કારવાળુ કરવા પૂર્વાચાર્યોએ મૈત્રીપ્રમોદ-કરુણા અને માધ્યશ્મ - આ ચાર ભાવનાઓ કહી છે. બીજા જીવોના હિતને વિચારવું એ મૈત્રીભાવના. ગુણથી અધિક જીવોના ગુણોને જોઈને મનમાં થતો હર્ષ તે પ્રમોદભાવના. દુઃખી જીવોને જોઈને મનમાં થતી ખેદપૂર્વકની તેમના દુઃખના પ્રતિકારની ઇચ્છા તે કરણાભાવના. દોષથી દુષ્ટ જીવોને જોઈને મનમાં તેમના પ્રત્યે દ્વષ ન થવો તે માધ્યશ્મભાવના. ઉપેક્ષાભાવના એ આ જ ભાવનાનું બીજું નામ છે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે – “કોઈ પણ પાપો ન કરે, કોઈ પણ દુઃખી ન થાય, આ જગત પણ મોક્ષ પામે' - આવી બુદ્ધિને મૈત્રી કહેવાય છે. (૧૧૮) જેમણે બધા દોષોને દૂર કર્યા છે એવા વસ્તુતત્ત્વને જોનારાના ગુણોમાં જે પક્ષપાત તે પ્રમોદ કહેવાય છે. (૧૧૯) દીન, પીડિત, ડરેલા, જીવન માંગનારા જીવોને વિષે પ્રતિકાર કરવાની બુદ્ધિ તે કરુણા કહેવાય છે. (૧૨૦) ક્રૂર કર્મો કરનારા, ભય વિના દેવતા-ગુરુની નિંદા